તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@144:રથયાત્રાના રૂટ પર આવતાં તમામ રસ્તાઓ બ્લોક કરવા પોલીસની તૈયારીઓ, પોલીસ કમિશ્નર આજે સાંજે બંદોબસ્તને આખરી ઓપ આપશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સાંજે 6 વાગ્યાથી રથયાત્રા બંદોબસ્તમાં આવેલા તમામ પોલીસકર્મીઓને પોઈન્ટ ફાળવી દેવાશે.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે જમાલપુર મંદિર અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષે જે રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તેના કરતાં અલગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રા બાબતે કેબિનેટમાં ફક્ત ચર્ચા થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ નિર્ણય લેવામાં આવશે. આ અંગે ગૃહમંત્રી જાડેજાએ કહ્યું હતું કે આજની મીટીંગ બાદ રથયાત્રા અંગેની સ્પષ્ટતા થઈ શકે છે.

પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ અપાશે
15000થી વધુ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ બંદોબસ્ત માટે પહોંચી ચુક્યા છે. આજે સાંજે ચાર વાગ્યે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની આગેવાનીમાં અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તમાં આવેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ કરવામાં આવશે.

મંદિરના મહંત અને ટ્રસ્ટીને 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ આપવામાં આવ્યું
મંદિરના મહંત અને ટ્રસ્ટીને 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ આપવામાં આવ્યું

પોલીસકર્મીઓને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવશે
રથયાત્રાના રૂટમાં જે લોકોના ઘર આવેલા છે તેઓને ઘરમાં જ રહેવા અને ઘરમાંથી દર્શન કરવા સૂચના આપવામાં આવશે. તમામ પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ આપી દેવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી રથયાત્રામાં બંદોબસ્તમાં આવેલા તમામ પોલીસકર્મીઓને તેમનો પોઈન્ટ ફાળવી દેવામાં આવશે. દરરોજ સવારે અને સાંજે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજે 3000 જેટલા પોલીસકર્મીઓને રથયાત્રા મામલે બ્રીફિગ આપવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિરની બહાર રથયાત્રાના બોર્ડ પણ લગાવાયા
જગન્નાથ મંદિરની બહાર રથયાત્રાના બોર્ડ પણ લગાવાયા

ટ્રસ્ટીને 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ અપાયું
ખલાસી કૌશલે જણાવ્યું હતું કે આજે જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટીને 120 જેટલા ખલાસીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તમામ ખલાસીઓ વેકસીનેટેડ અમે તંદુરસ્ત હશે. પોલીસ દ્વારા ભગવાનની રથયાત્રા ટ્રેકટર કે બગીમાં બેસાડીને કાઢવાની વાત છે પરંતુ રથયાત્રા એ રીતે કોઈ સંજોગોમાં યોજાઈ શકે નહીં. પોલીસ સાથે ખલાસીઓની બેઠક થઈ હતી જેમાં પણ અમે પોલીસને રથયાત્રા ટ્રેકટર કે રથયાત્રામાં કોઈ સંજોગોમાં નહિ નીકળી શકે તેમ જણાવ્યું છે માત્ર ખલાસીઓ જ રથ ખેંચી ભગવાનની રથયાત્રા કાઢી શકે છે.

રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું
બેનરમાં ભગવાનશ્રી જગન્નાથની ઐતિહાસિક પારંપરિક 144મી રથયાત્રા 12-07-2021ને સોમવારે. બેનરમાં સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો તેવું પણ લખ્યું છે. આજે બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને કમિટીના ચેરમેનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સત્તાધિશોએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું
સત્તાધિશોએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું

રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ
રથયાત્રા રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રૂટ પર રોડના પેચવર્ક, જર્જરિત મકાનો વગેરેની તપાસ કરવામાં આવી હતી. ખાડિયા જેવા વિસ્તારમાં જ્યાં વધુ જર્જરિત મકાનો છે ત્યાં તેમજ અન્ય જગ્યાએ કોર્પોરેશન દ્વારા ત્રણ વાર રાઉન્ડ લઈ નોટિસ ઉપરાંત રીપેરીંગ કરવામાં આવ્યા છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ છે.

ગજરાજ પણ મંદિરમાં પહોંચી ગયાં
ગજરાજ પણ મંદિરમાં પહોંચી ગયાં

આજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા નિર્ણય થઈ શકે
રથયાત્રાની મંદિરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર મંદિરને લાઈટોની રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. ભક્તો મંદિરમાં પ્રવેશ કરે તેના માટે બહાર લાઈન માટે બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. દર વર્ષે જે રીતે ભક્તોને સવારે અંદર પ્રવેશ આપવામાં આવે છે તે મુજબ જ દર્શન કરવા દેવામાં આવશે તેવી તૈયારીઓ થઇ રહી છે. શહેર પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના બંદોબસ્તમાં અલગ અલગ જિલ્લામાંથી પોલીસફોર્સ બોલાવી લેવામાં આવ્યો છે. તમામ જિલ્લાની પોલીસ આજથી અમદાવાદ આવી પહોંચી છે અને અલગ અલગ મ્યુનિસિપલ સ્કૂલમાં ઉતારો આપવામાં આવ્યો છે. અંદાજે 2000થી વધુ પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. આજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા મામલે નિર્ણય જાહેર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...