તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પોલીસ અધિકારી-કર્મચારીઓને આજે કોરોનાની રસી લેવા ફરમાન, અગાઉ રસી નહીં લેનારાને પોલીસ હેડક્વાર્ટર હાજર થવા સૂચના

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આડઅસર થવાની બીકે ઘણા પોલીસે રસી મુકાવવાનું ટાળ્યું હતું

કોરોના વેક્સિન બાબતે અનેક તર્ક-વિતર્ક થાય છે, જેથી ફ્રન્ટલાઈનર વર્કર્સ ગણાતા હેલ્થવર્કર, ફાયર બ્રિગેડ, પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ પણ વેક્સિન લેવામાં પાછી પાની કરી રહ્યાં છે. જો કે જે પણ પોલીસ અધિકારી કે કર્મચારીએ વેક્સિન લીધી નથી તે તમામને રવિવારે સવારે 8.30 વાગ્યે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં રસી માટે હાજર રહેવા ફરમાન જારી કરાયું છે.

કોરોના વેક્સિનથી ઘણાંને આડ અસર થઇ રહી છે. ત્યારે વડોદરામાં તો એક સફાઈ કર્મચારીનું મોત થયાનો કિસ્સો બન્યો હતો. જેના કારણે ફ્રન્ટલાઈનરો રસી લેવામાં પાછી પાની કરી રહ્યાં હતા. ગત રવિવારે અમદાવાદ પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓએ રસી લીધી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં રોજના 3 હજારને ​​​​​​​રસીનો ટાર્ગેટ હતો, છતાં હજુ સુધીમાં અમદાવાદના 30-40 ટકાએ રસી લીધી નથી. શનિવારે કંટ્રોલ ડીસીપીએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિત આદેશ કર્યો હતો.

રસી ન લેનારા કેટલીક બીમારીથી પીડાય છે
જેમણે રસી લીધી નથી તેમાં મોટા ભાગના 50થી વધુ વયના કર્મચારીઓ છે, તેઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે અન્ય બીમારીથી પીડાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો