જુગારીઓ ઝડપાયા:​​​​​​​અમદાવાદમાં ફ્લેટમાં જુગાર રમાતો હતો ને અચાનક પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી મારી, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર - Divya Bhaskar
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
  • ઘરનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે ધક્કો મારીને ખોલી નાખ્યો
  • એરપોર્ટ પોલીસે પણ IPL મેચ પર સટ્ટો રમતા એકની ધરપકડ કરી

શહેરમાં મકાનની અંદર દરવાજો બંધ કરીને જુગાર રમતા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી 3.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. હાલમાં આ તમામ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરના પૂજા એપાર્ટમેન્ટ'માં ત્રીજા માળે જુગાર રમતો હોવાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને દરવાજો બંધ હોવાથી દરવાજાને ધક્કો મારીને પોલીસ ઘરમાં ઘુસી હતી. ત્યારે ઘરમાં 6 લોકો સર્કલમાં બેસીને જુગાર રમી રહ્યા હતા. પોલીસે તાત્કાલિક જુગાર બંધ કરાવ્યો અને તમામ રૂપિયા, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ કબજે કરી હતી. પોલીસે 6 જુગારીઓની ધરપકડ કરીને 3.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

બીજી તરફ હમણાં IPL મેચ પર સટ્ટો પણ મોટા પ્રમાણમાં રમી રહ્યો છે. ત્યારે અન્ય એક કિસ્સામાં એરપોર્ટ પોલીસે IPL મેચ પર સટ્ટો રમતા એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી જે રમતો હતો તે ફરાર છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...