તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશાનો વેપાર:અમદાવાદમાં અંકલેશ્વરથી રીક્ષામાં 110 કિલો ગાંજો લઈને આવેલા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા - Divya Bhaskar
પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
  • વહેલી સવારે પોલીસે નારોલ સર્કલ પરથી રીક્ષામાં આવેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

અમદાવાદમાં નશાનો કારોબાર ધમધમી રહ્યો છે. શહેરમાં દારુ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશીલા દ્વવ્યો પોલીસ દ્વારા પકડી પાડવાની વિગતો સામે આવતી હોય છે. ત્યારે આજે યુવાધનને નશામાં ફસાવવા માટે ગાંજાનો 110 કિલો જથ્થો અમદાવાદમાં લાવવામાં આવી રહ્યો હતો. પરંતુ પોલીસે ગાંજો લઈને આવનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

પોલીસે ઝડપેલો ગાંજાનો જથ્થો
પોલીસે ઝડપેલો ગાંજાનો જથ્થો

અંકલેશ્વરથી 110 કિલો ગાંજો લઈને અમદાવાદ આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે આરોપીઓ અંકલેશ્વરથી 110 કિલો ગાંજો લઈને અમદાવાદ આવી રહ્યાં હતાં. શહેરની નરોડા પોલીસને બાતમી મળી હતી કે વહેલી સવારે 3 વાગ્યે રીક્ષામાં ગાંજો લઈને 3 શખ્સો આવી રહ્યાં છે. જેને આધારે પોલીસે નારોલ સર્કલ પરથી એક રીક્ષાચાલક અને તેની સાથેના 2 વ્યક્તિઓને પકડી પાડ્યાં હતાં. બાદમાં તપાસ કરતાં રીક્ષામાંથી 110 કિલો ગાંજો મળી આવ્યો હતો.

અમદાવાદમાં ગાંજો વેચવાના હતા
પોલીસે પોલીસે કિરીટ પંચાલ,ચીમન સોલંકી અને કૃષ્ણરાજ પુરોહિતને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.આ ત્રણેય આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ અંકલેશ્વરથી 110 કિલોને 180 ગ્રામ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા.અમદાવાદમાં તેઓ અલગ અલગ જગ્યાઓ પર ગાંજાનો જથ્થો વહેચવા માટે આવ્યા હતા. આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.