તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:અમદાવાદમાં નવરાત્રીમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા પોલીસ દ્વારા સોસાયટીઓમાં લાઉડસ્પીકર પર એનાઉન્સમેન્ટ કરાયું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે. જો કે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ગરબા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને માત્ર એક કલાક પૂજા અને આરતી માટે પરમિશન આપી છે. જેને લઈ અમદાવાદ પોલીસ લોકોને અપીલ કરી સમજાવી રહી છે કે કોરોના અને સરકાર દ્વારા નવરાત્રીની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવો પડશે. જાહેરમાં ગરબીની સ્થાપના અને આરતી માટે પરમિશન જરૂરી છે જો કે આ માટે સોસાયટીમાં કે ફ્લેટમાં પરમિશનની જરૂર નથી. લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. વસ્ત્રાપુર પોલીસે પણ વિવિધ સોસાયટીઓમાં ફરીને લાઉડ સ્પીકર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે લોકો રાજ્ય સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરે તે જરૂરી છે. જો ક્યાંય ગરબા રમાતા હશે તો ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. સોસાયટી- ફ્લેટમાં પોલીસની શી ટીમ ફરી રહી છે અને લોકોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા સમજાવી રહી છે. ગરબા રમાતા હોવાની સોશિયલ મીડિયામાં પણ માહિતી મળશે તો કાર્યવાહી કરવામાં આવશે. મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાય છે પરંતુ જો લોકો ભેગા થઈ અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser