પોલીસનું એક્શન તસવીરોમાં:હાય રે ભાજપ હાય હાય...ના નારા સામે પોલીસનો લાઠીચાર્જ, AAPના નેતા-કાર્યકરોની પીઠ તૂટી-માથાં ફૂટ્યાં, ખેંચી-ખેંચી કમલમ બહાર કાઢ્યા

5 મહિનો પહેલા
  • આ ઘટનાની કેટલીક તસવીરોમાં પોલીસ અને AAP વચ્ચેનું ઘર્ષણ જોવા મળ્યું હતું

રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. આ મામલે આજે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલિયા તેમજ ઈસુદાન ગઢવી સહિતના AAPના નેતા-કાર્યકરો મોટી સંખ્યામાં કમલમ ખાતે બેસીને ભાજપ વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. જ્યાં અચાનક પોલીસે લાઠી ચાર્જ કરતાં ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઊઠી ગયા હતા, જ્યારે કેટલાક કાર્યકરોનાં માથા ફૂટ્યાં હતાં. આ ઘટનાની કેટલીક તસવીરોમાં પોલીસ અને AAP વચ્ચેનું ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં ગોપાલ ઈટાલિયા જમીન પર જ સૂઈ ગયા હતા. જ્યારે અન્ય કાર્યકરોને પોલીસ ઊંચા કરી કરીને કમલમની બહાર કાઢતી જોવા મળી હતી. બીજી તરફ ઈસીદાન ગઢવી સહિતના આપના નેતા-કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

જમીન પર પડેલા ઈટાલિયાને ઊભા કરવા 4-4 લોકો આવ્યા.
જમીન પર પડેલા ઈટાલિયાને ઊભા કરવા 4-4 લોકો આવ્યા.
પોલીસે અનેક નેતાઓને ટીંગાટોળી કરી કમલમ બહાર કાઢ્યા.
પોલીસે અનેક નેતાઓને ટીંગાટોળી કરી કમલમ બહાર કાઢ્યા.
પોલીસની લાઠીથી માથું ફૂટ્યું ને કાર્યકરો થયા લોહીલુહાણ.
પોલીસની લાઠીથી માથું ફૂટ્યું ને કાર્યકરો થયા લોહીલુહાણ.
માહોલ ગરમાતાં મહિલા સહિતના અનેક કાર્યકરો રોડ પર જ બેભાન થઈ ગયાં.
માહોલ ગરમાતાં મહિલા સહિતના અનેક કાર્યકરો રોડ પર જ બેભાન થઈ ગયાં.
લાઠીચાર્જ બાદ ઈસુદાન સહિતના આપના નેતા-કાર્યકરોની અટકાયત થઈ.
લાઠીચાર્જ બાદ ઈસુદાન સહિતના આપના નેતા-કાર્યકરોની અટકાયત થઈ.
કમલમ ખાતે મોટી સંખ્યામાં AAPએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
કમલમ ખાતે મોટી સંખ્યામાં AAPએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
કમલમમાં હાય રે ભાજપ હાય હાયના નારા લાગતાં જ પોલીસ એક્ટિવ થઈ ગઈ.
કમલમમાં હાય રે ભાજપ હાય હાયના નારા લાગતાં જ પોલીસ એક્ટિવ થઈ ગઈ.
અન્ય સમાચારો પણ છે...