તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PIની આંતરિક બદલી:અમદાવાદમાં ગાયકવાડ હવેલી સહિત 9 પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરાઈ, હંગામીને કાયમી કરાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણાં પીઆઈની શહેરમાં કાયદો વ્યવસ્થા અને દારૂ-જુગારની પ્રવૃત્તિમાં નિષ્કાળજી છતાં બદલી નહીં

શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો- વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પીઆઇની બદલીના ઓર્ડરની રાહ જોવાઇ રહી હતી. આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા રોજ શહેરના ગાયકવાડ હવેલી, શાહપુર, સાબરમતી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા પીઆઇની બદલી કરવામાં આવી છે. જેમાં કેટલાક હંગામી પીઆઇને કાયમી પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે. જો કે આ બદલીઓમાં ઘણા પીઆઇ જે શહેરમાં કાયદો વ્યવસ્થા અને દારૂ-જુગારની પ્રવૃત્તિમાં નિષ્કાળજી હોવા છતાં તેમની બદલીઓ કરવામાં આવી નથી જેના પર સવાલ ઉભા થયા છે.

સિનિયર પીઆઈની આંતરિક બદલી
વિવાદમાં આવેલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ એન.એન.પરમારની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. શાહપુર પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઇ આર.એસ. ઠાકરને સાબરમતી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા સાબરમતી પોલીસ સ્ટેશનના પી.આઇ આર.એચ. વાળાને શાહપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.કે પલ્લાચાર્યની SOGમાં બદલી કરાઈ છે. આનંદનગર પીઆઇ એસ.જી બલોચની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઇ તરીકે બદલી કરાઈ છે. લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ કે.જે ઝાલાને SOG પીઆઇ તરીકે મુકાયા છે. CCTV કંટ્રોલરૂમ પીઆઇ એ.એસ રોયને આનંદનગર સિનિયર પીઆઇ તરીકે મુક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો