તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારઝૂડ:ઓઢવમાં રોંગસાઈડમાં આવતા પોલીસોએ કારચાલકને ફટકાર્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓઢવ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીઓ રોંગસાઈડમાં પસાર થઈને કારચાલકને પોલીસ સ્ટેશને લઈ જઈ ફટકાર્યો હતો.

ઓઢવના રમેશભાઈ પરમારના અનુસાર બુધવારે તેઓ પરિવાર સાથે ઓઢવની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોલીસની જીપ્સી રોંગસાઈડમાં આવતા રમેશભાઈએ પોલીસકર્મીને શાંતિથી ગાડી ચલાવવાનું જણાવ્યું હતું. જીપમાં બેઠેલા 3 પોલીસકર્મીઓ ગાળાગાળી કરી રમેશભાઈ સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. બીજી બાજુ બાઈક પરથી પસાર થઈ રહેલા બીજા 2 પોલીસકર્મીઓ પણ ત્યાં આવ્યા હતા અને રમેશભાઈ સાથે મારઝુડ કરવા લાગ્યા હતા.

આમ 5 પોલીસકર્મીઓએ પોલીસ હોવાનો રોફ જમાવી રમેશભાઈને માર મારી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જોકે ત્યારબાદ તેમને ધમકાવીને છોડી દીધા હતા. ત્યારબાદ પરિવારજનોએ રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનાની માહિતી મેળવવા માટે ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈનો મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે તેમનો સંપર્ક થઈ શક્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...