ખાખીધારીની કરતૂત:અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસકર્મીએ નિકોલમાં રહેતી પૂર્વ પ્રેમિકાને જાહેરમાં ગાળો બોલી છેડતી કરી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નિકોલ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
નિકોલ પોલીસ સ્ટેશન
  • મહિલાના ન્યૂડ ફોટા તેની જ દુકાને મોકલ્યા, પોલીસકર્મીથી મહિલા અને તેની સગીર દીકરી ભયભીત, પોલીસ નિષ્ક્રિય

નિકોલમાં મહિલા એક પોલીસકર્મીના પ્રેમમાં પડી હતી. પોલીસકર્મી માથાભારે હોવાથી મહિલાએ પ્રેમ સબંધનો અંત લાવી દેતા તે ઉશ્કેરાયો હતો. પોલીસકર્મીએ મહિલાના ન્યૂડ ફોટો વાઇરલ કર્યા હતા. મહિલાની સિવણનું કામ કરતી તે દુકાને તેના ફોટા મોકલી આપ્યા હતા. બાદમાં પણ પોલીસ કર્મીએ મહિલાને રસ્તા પર રોકી તેની દીકરીની હાજરીમાં અપશબ્દો બોલી છેડતી કરી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી કે કંપનીમાં પોલીસકર્મી નોકરી કરે છે. અગાઉ પણ પોલીસકર્મી સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોધાવી હતી.

નરોડા વિસ્તારમાં 17 વર્ષની દીકરી સાથે 39 વર્ષીય મહિલા ભાડાના મકાનમાં રહે છે. મહિલા સિવણની દુકાન ચલાવી તેનું અને દીકરીનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં નિકોલમાં રહેતા મહેશભાઈ જે પોલીસ હેડ કવાર્ટરમાં આવેલી કે કંપનીમાં નોકરી કરે છે. તેમના સાથે મહિલાનો પરિચય થયો હતો, દરમિયાનમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાનમાં મહિલા મહેશને મળવા માટે જતી ત્યારે મહેશ મહિલાને બિભત્સ શબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળી મહિલાએ પોલીસકર્મી મહેશ સાથેના પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. તેમ છતાં મહેશ પોલીસકર્મચારી હોવાથી મહિલાને વારંવાર પરેશાન કરતો હતો. જોકે તેની સામે કોઇ ફરિયાદ પણ લેતું ન હતુ. તે પોલીસ નામે મહિલાને ધમકાવતો હતો.

મહિલા દુકાન ધરાવતી હોવાથી મહેશે મહિલાના ન્યુડ ફોટા તેની જ દુકાને મોકલી આપ્યા હતા. આ જોઇ મહિલા ડરી ગઇ હતી. મહેશ પોલીસકર્મી હોવાથી મહિલાએ આ અંગે કોઇ ફરિયાદ કરી ન હતી. આ દરમિયાન એક દિવસ મહિલા તેની દુકાનેથી તેની દીકરી સાથે ઘરે જઈ રહી હતી, ત્યારે આ પોલીસકર્મી મહેશે રસ્તા ઉપર મહિલાને રોકી હતી. મહિલા ડરી ગઇ હતી. મહેશે જાહેરમાં રોડ પર તેને બિભત્સ ગાળો બોલવાની શરૂઆત કરી હતી. બાદમાં તેને રોડ પર જ છેડતી પણ કરી હતી. મહિલા અને તેની દીકરી બંને ડરી ગયા હતા. આખરે હિંમત કરી મહિલાએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા પોલીસકર્મી મહેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો.

અગાઉ પણ મહિલાને માથાભારે પોલીસકર્મી મહેશ પરેશાન કરતો હોવાથી તેણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી યોગ્ય ન કરી હોવાથી આ પોલીસકર્મી મહેશ મહિલાને તેમ છતાં પણ પરેશાન કરતો હતો. પોલીસકર્મી હોવાથી તેની સામે કોઇ કાર્યવાહી નહી થાય તેવી સેકી મારતો હોવાની પોલીસબેડામાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...