અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત અમિન મારવાડીનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રીવોલ્વરથી ફાયરીંગ કરીને તે કહે છે કે એક હી ડોન મેં હું અમિન મારવાડી જુહાપુરા ડોન. હાલમાં તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. તેણે વીડિયો દ્વારા લોકોમાં ભય ફેલાવવાની કોશિશ કરી છે.
ગઈ કાલે તેને પકડવા ગયેલી પોલીસ પર કાર ચડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે નાકાબંધી કરીને તેને પકડી પાડ્યો હતો બાદમાં વેજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીએ પોલીસ કર્મીચારી પર કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો
પોલીસે બાતમીના આધારે આરોપીને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ કર્મીચારી પર કાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. હથિયારનો શોખ ધરાવતા અમીન મારવાડી વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.ગુરુવારે પોલીસને મળેલી બાતમી આધારે પોલીસ આરોપીને પકડવા જુહાપુરા ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જોકે આ દરમ્યાન પોલીસથી બચવા તેણે પોલીસ કર્મચારી પર કાર ચડાવી જીવલેણ હુમલો કર્યો હતો. તેમ છતાં વેજલપુર પોલીસની ટીમે તાત્કાલિક અમીન મારવાડી ને પકડી લીધો છે.
ગાડીમાંથી રિવોલ્વર, તલવાર, બે બેઝબોલ તેમજ છરી જેવા હથિયારો મળી આવ્યા
પોલીસે આરોપીને પકડતા તેની ગાડીમાંથી રિવોલ્વર, તલવાર, બે બેઝબોલ તેમજ છરી જેવા હથિયારો મળી આવ્યા હતા. આરોપી અમીન મારવાડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એટલુ જ નહીં તેની વિરુદ્ધ અગાઉ મારામારી, ખંડણી, જમીન પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં જે જમીનો ગેરકાયદે રીતે પચાવી પાડી છે તેને લઈને પોલીસ આરોપી વિરુદ્ધ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. તેણે જે પોલીસ જવાન પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તે પોલીસ જવાન સિદ્ધરાજ સિંહને જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.