તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કાર્યવાહી:અમદાવાદના મેઘાણીનગરમાં દિવાળીના દિવસે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ગન માલિકની ધરપકડ કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીના દિવસે મેઘાણીનગરમાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો હતો, ગન માલિકે સાળા અને ભાણિયાને ગન આપી હતી

અમદાવાદમાં હવે લોકો સિક્યુરિટીના નામે લાયસન્સવાળી ગન લઈ જાહેરમાં ફાયરિંગ અને અન્ય લોકોને ફાયરિંગ કરવા આપે છે તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. દાણીલીમડા, બાપુનગર અને મેઘાણીનગર વિસ્તાર બાદ સેટેલાઇટમાં એસજી હાઇવે પર પણ ગન સાથેનો વીડિયો સામે આવ્યો છે ત્યારે મેઘાણીનગરમાં પર્ણકુંજ સોસાયટીમાં બે વ્યક્તિ દ્વારા દિવાળીના દિવસે ગનથી ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો હતો. જે મામલે મેઘાણીનગર પોલીસે લાયસન્સવાળી ગન ધરાવતા શખ્સની ધરપકડ કરી છે. જયારે ફાયરિંગ કરનાર તેના સાળા અને ભાણીયો ફરાર છે.

મેઘાણીનગરમાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થયો હતો
મેઘાણીનગરમાં દિવાળીમાં જાહેરમાં ફાયરિંગ અંગેના વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાઇરલ થતાં મેઘાણીનગર પોલીસ હરકતમાં આવી હતી. પર્ણકુંજ સોસાયટીમાં આવેલા મકાન નંબર 42માં રહેતા યોગેશસિંહ તોમરના ઘરે તપાસ કરતા તેઓને વીડિયો બાબતે પૂછપરછ કરતાં તેનો સાળો પ્રશાંત પરિહાર (રહે. નરોડા) અને ભાણિયો પાર્થ ચૌહાણ (રહે. આગ્રા) 14 નવેમ્બરના રોજ દિવાળીએ આવ્યા હતા ત્યારે લાયસન્સવાળી ગન બતાવતાં તેઓએ ફાયરિંગ કરવાનો આગ્રહ કરતાં બંનેએ હવામાં ફાયરિંગ કર્યું હતું. મેઘાણીનગર પીઆઇ જે.એલ.ચૌહાણે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વીડિયો વાઇરલ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં લાયસન્સ ધારક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે તેના સાળા અને ભાણીયાની ધરપકડ કરવાની બાકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો