તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:પોલીસને વ્હિસલ, બલૂનની સાથે કોરોનાથી રક્ષણ માટે પ્રી અને પોસ્ટ કોવિડ કિટ અપાઈ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ઝાહિદ કુરેશી
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 2200 કો-મોર્બિડ કર્મચારીએ ટેલિ મેડિસિનનો લાભ લીધો

શહેરભરના પોલીસ કર્મચારીઓ કોરોનામાં જાતે 14 દિવસ સારવાર કરી શકે તે માટે તેમને પ્રી અને ડ્યુરિંગ કોવિડ કિટ અપાઈ રહી છે. આ સાથે તેમને વ્હિસલ, બલૂન, હીટિંગ જેલી બેગની સાથે કસરતનાં સાધનો પણ પોસ્ટ કોવિડ કિટમાં આપવામાં આવી રહ્યા છે.

પોલીસ કર્મચારીઓને કોરોનાથી રક્ષણ આપવા માટે શહેર પોલીસ અને ઓનલાઇન ટેલિ મેડિસિન રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ દ્રારા પોલીસ તેમને ફરજના સ્થળે જ ટેલિ મેડિસિનથી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને સિનિયર સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓને તેમની નોકરીના સ્થળે નજીવી ખાંસી, તાવ કે અન્ય કોઈ તકલીફ જણાય તો તેમને ટેલિ મેડિસિન દ્રારા ડોક્ટરનો સંપર્ક કરાવી દવા પૂરી પડાય છે. પોલીસ સ્ટેશનોમાં પાંચ સ્ટીમ મશીન અપાયાં છે. કોરોના થઈ ગયા પછી પોસ્ટ કોવિડ કિટમાં વિટામિનની ગોળીઓ, સ્ટીમ મશીન,અશક્તિની દવાઓ, ઉપરાંત કસરતની એક કીટ આપવામાં આવે છે, જેમાં સિસોટી, ફુગ્ગા, હીટિંગ બેઝ જેલી પેડ હોય છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરના 2200 કો-મોર્બિડ કર્મચારીઓએ ટેલિ મેડિસિનનો લાભ લીધો હોવાનું અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર (વહીવટ) અજયકુમાર ચૌધરીએ જણાવ્યું હતું.

ડ્યુરિંગ કોવિડ કિટમાં એલોપથી, આયુર્વેદિક દવા
ડ્યુરિંગ કોવિડ કિટમાં એઝિથ્રોમાઇસીન, ટેમીફ્લૂ, ડી ડાઇમર, મલ્ટિવિટામિન, સ્ટીમ મશીન, ઇલેક્ટ્રિક કીટલી અપાય છે. આ સિવાય ઇસબગુલ, ત્રિફલા ચૂર્ણ, ખદીરાદીવટી, શ્વાસ્થાદીવટી જેવી આયુર્વેદિક દવા પણ કિટમાં અપાય છે. કીટલીમાં બે ગ્લાસ હોય છે. ચા-કોફીનાં પાઉચ, કાવાના પાઉચ, મસાલા ચા, 15 પત્તાં ગોળ, 15 શૂંઠના પડીકા અપાય છે, જેથી તે ગરમ પાણીમાં નાખી પી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો