સ્પેશ્યલ ડ્રાઇવ:રાજ્યમાંથી 533 ગુમ બાળકોને પોલીસે શોધી તેમના વાલી વારસને પરત કર્યા

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા જીલ્લાના 20, ભાવનગર જીલ્લાના 20, સુરત ગ્રામ્ય જીલ્લાના 24, અરવલ્લી જીલ્લાના 19, રાજ્કોટ ગ્રામ્ય જીલ્લાના 17  બાળકો મળ્યાં. - Divya Bhaskar
મહેસાણા જીલ્લાના 20, ભાવનગર જીલ્લાના 20, સુરત ગ્રામ્ય જીલ્લાના 24, અરવલ્લી જીલ્લાના 19, રાજ્કોટ ગ્રામ્ય જીલ્લાના 17 બાળકો મળ્યાં.
  • સુરત શહેરના ગુમ હોય તેવા 88 બાળકો શોધી કાઢવામાં આવ્યા
  • બનાસકાંઠા જીલ્લાના 45, દાહોદ જીલ્લાના 42, ગોધરા જીલ્લાના 21 બાળકો શોધાયા

રાજ્યમાં ગુમ કે ખોવાયેલા સગીર વયના કિશોરો અને બાળકોને શોધીને કાઢવા રાજ્યની પોલીસ દ્વારા પણ ખાસ ટીમો બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. રાજયના મોટા શહેરો જેવા કે, અમદાવાદ શહેર, સુરત શહેર, ભરૂચ, મહેસાણા, દાહોદ, ગોધરા વગેરે જિલ્લાઓમાંથી ઘણા બાળકો ગુમ તથા અપહરણ થયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને ગુમ અથવા ખોવાયેલા બાળકોને શોધી કાઢવા ડ્રાઈવ રાખી અને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ સૂચના આપી હતી. જે અનુસંધાને ગુમ અથવા ખોવાયેલા બાળકોને શોધવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન સમગ્ર રાજ્યમાંથી કુલ- 533 ગુમ બાળકોને પોલીસે શોધી તેના વાલી વારસને પરત કરતા હતા.

માત્ર સુરત શહેરના ગુમ હોય તેવા 88 બાળકો શોધી કાઢવામાં આવેલા છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લાના 45, દાહોદ જીલ્લાના 42, ગોધરા જીલ્લાના 21, મહેસાણા જીલ્લાના 20, ભાવનગર જીલ્લાના 20, સુરત ગ્રામ્ય જીલ્લાના 24, અરવલ્લી જીલ્લાના 19, રાજ્કોટ ગ્રામ્ય જીલ્લાના 17 એમ કુલ મળીને 0થી 18 વર્ષના 533 બાળકોને શોધીને તેઓના વાલીઓને સોંપવામાં આવ્યા છે. આ પૈકી જે બાળકોના ગુમ થવા અંગે કોઇ ગુનો બન્યો હોય તો તે ચકાસીને તે સંદર્ભે જરૂરી ગુનાઓ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. જેમાં અમુક વણઉકેલ્યા કેસોને પણ શોધવામાં આવેલ છે.

અમરેલી જીલ્લામાં 2016માં 14 વર્ષની એક કિશોરીના અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ડ્રાઇવ દરમ્યાન કિશોરીને શોધવાના પ્રયત્નોમાં પોલીસ દ્વારા તપાસમાં સામે આવેલ છે કે આ કિશોરીની હત્યા કરી દેવામાં આવેલ હતી. જેથી આ ગુનો ઉકેલીને પોલીસ દ્વારા હાલમાં તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસ સ્ટેશનમાં આશરે દોઢ વર્ષ પહેલા એક કિશોરી ગુમ થવાનો બનાવ બનેલ હતો. જે સંદર્ભે પોલીસે શકમંદ ઇસમોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવાનું શરૂ કર્યું હતું અને આ આ ડ્રાઇવ દરમ્યાન આરોપીના ફેસબુક ઉપરથી કિશોરીને શોધી કાઢવામાં આવેલ હતી.