રાજકારણ:પોલીસ બળજબરીથી આદિવાસીને રહેઠાણમાંથી ભગાડે છે: શક્તિસિંહ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલ. - Divya Bhaskar
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલ.
  • કેવડિયામાં ફેન્સિંગના મુદ્દે ચાર કોંગી ધારાસભ્યો આજે તંત્ર સાથે બેઠક કરશે
  • સ્ટેચ્યૂ વિસ્તારમાં ચાલી રહેલી ફેન્સિંગ કામગીરીનો આદિવાસીઓમાં વિરોધ

વિશ્વભરમાં કોરોના વાઇસરનો હાહાકાર છે ત્યારે ગુજરાતમાં આદિવાસીઓ ભાઇ-બહેનો પર સરકાર પોલીસ મારફત બળજબરી કરી રહીં હોવાનો આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકત્તા શકિતસિંહ ગોહિલે કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેવડીયા કોલોનીમાં પોલીસની બળજબરીથી આદિવાસી ભાઈઓ-બહેનો ઉપર અત્યાચાર કરીને તેમને તેઓના રહેઠાણથી ભગાડવાની અને જમીન ખાલી કરવાની વિડીયો જોઈને વ્યથિત છું.  તેમણે મુખ્યમંત્રી સમક્ષ એવી માગ કરી હતી કે, આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે અને લોકડાઉનના સમયે જમીનો ખાલી કરવાનો નિર્ણય કેમ થઈ શકે ? આ નિર્ણય કરનાર સામે પણ પગલા ભરવામાં આવે. તેમણે માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ આ બાબતે પગલા ભરવાની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...