તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા@144:અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અલગ અલગ જિલ્લામાંથી પોલીસ ફોર્સ બોલવાયો, RAF સહિત પેરામિલેટ્રી ફોર્સ પણ આવી

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • રથયાત્રા રૂટ પર પોલીસનું સતત પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રથયાત્રા મામલે સરકાર પોતે નિર્ણય જાહેર કરશે જેની વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈ તડામાર તૈયારી થઈ રહી છે. રથયાત્રાના બંદોબસ્તમાં અલગ અલગ જિલ્લામાંથી પોલીસફોર્સ બોલાવી લેવામાં આવ્યો છે. તેમજ રેપિડ એક્શન ફોર્સ સહિત પેરામિલિટ્રી ફોર્સ અમદાવાદ આવી પહોંચી છે અને અલગ અલગ મ્યુનિસિપલ સ્કૂલમાં ઉતારો આપવામાં આવ્યો છે. અંદાજે 2000થી વધુ પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. રાજ્ય સરકાર આવતીકાલે સાંજે કેબિનેટ બેઠક બાદ રથયાત્રા કાઢવા મામલે નિર્ણય જાહેર કરી શકે છે.

પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થા અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી
જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રથયાત્રાની રૂપરેખા ઘડવા માટે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ બેઠક કરી રહ્યાં છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જગન્નાથ મંદિરની મુલાકાત લઈ મહંત અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ચર્ચા કરી હતી.

રથયાત્રા માટે શાહીબાગમાં પહોંચેલા રેપિડ એક્શન ફોર્સની તસવીર
રથયાત્રા માટે શાહીબાગમાં પહોંચેલા રેપિડ એક્શન ફોર્સની તસવીર

રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરાઈ
આવતીકાલે નિર્ણય જાહેર થયા અને ગાઈડલાઈન આવે તે મુજબ રથયાત્રા કાઢવાની પૂર્ણ તૈયારી કરી દેવાઈ છે. મંદિરની બહાર રથયાત્રાનું પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યું છે. પેરામિલેટ્રી ફોર્સ, RAFની ટુકડીઓ પણ આવી પહોંચી છે. સરસપુર મંદિરથી અને જગન્નાથ મંદિરથી રૂટ પર પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.

રથયાત્રા નીકળશે, પણ ટ્રકો-અખાડા-ભજનમંડળી નહીં જોડાય
ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જોકે આ વર્ષે પોલીસ,પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. DivyaBhaskar પાસે રથયાત્રાને નીકળવાને લઈ અંગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા મર્યાદિત લોકોની હાજરીમાં 12 જુલાઈના રોજ પરંપરાગત રીતે નીકળશે. જોકે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય.

અન્ય સમાચારો પણ છે...