તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલ બ્લાસ્ટ કેસ:પોલીસે નવ મહિના પછી FIR કરી, બિલ્ડરનું નામ જ ન લખ્યું

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલોલ ગાર્ડન સિટીમાં ઓએનજીસી પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા 3 વ્યક્તિઓના મોત નીપજયા હતા. આ કેસમાં પોલીસે બિલ્ડરની સાથે ઉચ્ચ અધિકારીઓની સંડોવાણી હોવાથી તેમને બચાવવા બિલ્ડરનું નામ લખ્યા વગર 9 મહિના પછી એફઆઇઆર નોંધી છે. રાજકીય આગેવાન અને ઉચ્ચ અધિકારીઓને બચાવવા પોલીસ પોતે જ ફરિયાદી બન્યા છે. આ મામલે આગામી સુનાવણી દરમ્યાન કોર્ટમાં સોંગદનામું કરાશે.

જનક દવે નામના અરજદારે કરેલી અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, કોર્ટના આદેશ મુજબ પોલીસને એફઆઇઆર નોંધવાની ફરજ પડી હતી. પરતું પોલીસે બિલ્ડર, ઓએનજીસીના અધિકારીઓ અને ઉચ્ચ રાજકીય નેતાઓને બચાવવા જાતે જ ફરિયાદી બનીને બિલ્ડરનું નામ લખ્યા વગર એફઆઇઆર નોંધી છે. સઇજ ગામે ઓએનજીસી પાઇપલાઇન પસાર થતી હોવાની જાણ હોવા છતા તેની ઉપર ગાર્ડન સિટી બનાવનાર બિલ્ડર રાજુ અમરત પટેલનું નામ ફરિયાદમાં નોંધવામાં આવ્યુ નથી. વિસ્ફોટક અધિનિયમની કલમ 9 સી અને આપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...