AAPનો આક્રોશ:અમદાવાદમાં ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે AAPના કાર્યકરો દેખાવ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા ભાજપ દ્વારા દરખાસ્ત કરી દેવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામાન્ય સભા ખંડમાં જ આખી રાત વિતાવી અને ત્યાં જ બેસી રહ્યા હતા. બીજા દિવસે પોલીસ દ્વારા બળજબરીથી તેમને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે ભાજપના ઇશારે આવું વર્તન કરાયું હોવાના આક્ષેપોને લઇ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાનપુર ખાતે આપના શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે ખાનપુર કાર્યાલય સુધી નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

બપોરે AAP કાર્યકરો દેખાવો કરવાના હતા
આજે બપોરે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દેખાવો કરવા આવવાના છે. તેવી જાહેરાત બાદ ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેસીપી સેકટર 2 ગૌતમ પરમાર, ડીસીપી ઝોન 2, બે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. ખાનપુર કાર્યાલય તરફ જવાના તમામ રસ્તાઓ કોર્ડન કરી દેવામાં આવ્યા હતા.

ખાનપુર કાર્યાલય તરફ જવાના તમામ રસ્તાઓ કોર્ડન કરી દેવામાં આવ્યા હતા
ખાનપુર કાર્યાલય તરફ જવાના તમામ રસ્તાઓ કોર્ડન કરી દેવામાં આવ્યા હતા

પોલીસ તમામને વાનમાં બેસાડી દીધા
એક પણ તરફથી ખાનપુર કાર્યાલય સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ના પહોંચે તેવી રીતે પોલીસ ઉતારી દેવામાં આવી હતી અને જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દેખાયા તેમને પોલીસે અટકાયત કરી અને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકરો પણ કાર્યાલયમાં ભેગા થયા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ બેનરો લઇને પણ આવ્યા હતા પરંતુ તેનો દેખાવ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા બેનરો લેવામાં આવ્યા હતા. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...