તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કના કાયદાથી ચોરોને ફાયદો:અમદાવાદમાં ચેન સ્નેચિંગના બે બનાવોના ગુનેગારોએ માસ્ક પહેર્યો હોવાથી પોલીસ પકડી શકી નથી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ શહેરમાં તહેવારોમાં નકાબ વાળા ગુનેગારોનો આતંક

કોરોના વાયરસ હાલ સમગ્ર દેશમાં કહેર વર્તાવી રહ્યો છે. જેના કારણે હવે હોસ્પિટલો પણ ફૂલ થવાના આરે છે. સરકાર દ્વારા મહામારીના સમયમાં હાલ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તેવામાં ગુનેગારો પણ આ બાબતનો લાભ ઉઠાવવા લાગ્યા છે. અમદાવાદ શહેરમાં તહેવારોમાં લોકો ઘરેથી બહાર જાય ત્યારે ગુનેગારો મોંઢા પર માસ્ક કે રૂમાલ બાંધીને આવે છે. પહેલા તો ગુનેગારો સામાન્ય વ્યક્તિની જેમ વાહન ચલાવીને પોતાના ટાર્ગેટ નજીક આવે છે અને પળવારમાં સોનાના કિંમતી દાગીનાની ચિલઝડપ કરી રફૂચક્કર થઈ જતાં હતાં. જ્યારે હાલના તબકકે ગુનેગારોએ મોંઢા પર માસ્ક પહેરેલો હોય કે રૂમાલ બાંધેલો હોય છે એટલે તેમને ઓળખી શકતા નથી. આવા બે બનાવ શહેરમાં બન્યા છે જેના આરોપીઓ હજી સુધી પોલીસ પકડમાં આવ્યા નથી.

અમદાવાદના નરોડામાં બે ચેન સ્નેચિંગના બનાવો બન્યાં
અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં એક મહિલા તેના ભાઈના ઘરે ભાઈબીજ કરીને પોતાના પરિવાર સાથે એક્ટિવ પર ઘરે જઈ રહી હતી. તેઓ રસ્તા પર પસાર થઈ રહયા હતા એટલામાં એક બાઇક તેમની એક્ટિવા નજીકથી પસાર થયું હતું.અને બાઇક સવારે મહિલાએ ગળામાં પહેરેલી કિંમતી સોનાના દગીનાં ખેંચી ફરાર થઈ ગયા હતા..પરંતુ આ બધું એટલું ઝડપથી થયુ કે તેઓ કઈ સમજી શક્યા નહિ અને બાઈક સવારે તેનું મોઢું રૂમાલ જેવી વસ્તુથી ઢાંકયું હતું એટલે તેની ઓળખ થઈ શકી નહીં જેથી ગનેગારો હજી પોલીસની પકડમાં આવી શક્યાં નથી.

બીજી તરફ નરોડામાં જ માછલી સર્કલ પાસે એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે મોંઘી બાઇક લઈને તેની નજીક એક બાઇક ચાલક અવ્યો અને પુરુષના ગળામાંથી 50 હજારની કીમતના સોનાના દોરાની ચિલ ઝડપ કરી ફરાર થઈ ગયો. આ ગુનેગારે પણ પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યો હતો જેથી તેની કોઈ ઓળખ થઈ શકી ન હતી. આ બે બનાવો પરથી એવુ તારણ આવે છે કે હાલના ફરજીયાત માસ્ક બાંધવાના નિયમનો ગુનેગારો દુરુપયોગ કરે છે. અને પોતાના ગુનાને અંજામ આપીને ફરાર થઈ જાય છે. અને તેમને મોઢા પર રૂમાલ કે બુકની બાંધી હોવાથી આરોપીઓ ઓળખાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો