તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ હાઇટેક જુગારધામ મામલો:પોલીસે કબૂલાત કરી કે, ‘41 જુગારીઓ ભાગી ગયા હતા’, 183 આરોપીઓ સામે 95 પાનાંની FIR નોંધાઈ; જામીન પ્રકિયા 60 કલાક ચાલી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
તમામ આરોપીઓને બુધવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. - Divya Bhaskar
તમામ આરોપીઓને બુધવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.
  • મનપસંદ જિમખાના કેસની તપાસ શાહીબાગ પીઆઈને સોંપવામાં આવી
  • જુગારીઓને જામીન સહિતની પ્રક્રિયા 60 કલાક કરતાં વધુ સમય ચાલી

દરિયાપુરના મનપસંદ જિમખાનામાં જુગારીઓ પકડાયાના કેસની તપાસ શાહીબાગ પોલીસને સોંપાઈ છે. 183 આરોપીઓ સામે 95 પાનાંની ફરિયાદ નોંધાઈ છે, જે દાખલ કરતા તેમ જ પંચનામંુ સહિતની કાર્યવાહી કરતા પોલીસને 30 કલાક લાગ્યા હતા. જોકે પોલીસે એકરાર કર્યો છે કે, રેડ વખતે 41 લોકો તો ભાગી ગયા હતા. જુગારનગરીમાંથી પકડાયેલા લોકોની જામીન સહિતની કાર્યવાહી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી ચાલવાનો અંદાજ છે. આથી જુગાર રમતા પકડાયેલા લોકો 60 કલાક કરતાં પણ વધારે સમય સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા હોવાની પણ આ ઐતિહાસિક ઘટના છે. કેસની તપાસ શાહીબાગ પીઆઈ કે. ડી. જાડેજાને સોંપાતાં મંગળવારે આરોપીઓને મુદ્દામાલ સાથે શાહીબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ગોવિંદ પટેલે 2 મહિનાથી જુગારનગરી શરૂ કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી
રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી

દરિયાપુર PIના 2 વહીવટદાર ભૂગર્ભમાં
દરિયાપુર પીઆઈ આર. આઈ. જાડેજાએ જુગારનગરીમાંથી પૈસા ઉઘરાવવા માટે 2 કર્મચારીને વહીવટદાર તરીકે રાખ્યા હતા, જેમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા ભગીરથસિંહ જાડેજા, રિવરફ્રન્ટ ઈસ્ટમાં ફરજ બજાવતા કૃષ્ણપાલસિંહ ચુડાસમા છે. આ બંને કર્મચારી ભૂગર્ભમાં ઊતરી ગયા છે.

સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો
સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો

રેડ પાડનાર Dy.SP જ્યોતિ પટેલ દબાણ સામે ઝૂક્યા નહીં
2013થી બિનધાસ્ત ધમધમતા મનપંસદ જિમખાના નામે જુગારધામ પર રેડ કરનાર સ્ટેટ મોનિટરિંગ સેલનાં ડીવાયએસપી જ્યોતિ પંકજ પટેલે જ્યારે મનપસંદ જીમખાના પર રેડ કરી ત્યારે તેમની પર કાર્યવાહી નહીં કરવા માટે રાજકારણીઓથી માંડીને વિવિધ ક્ષેત્રના માંધાતાઓના ફોન આવ્યા હતા અને તેમને આ કાર્યવાહી નહીં કરવા માટે અસહ્ય દબાણ ઊભંુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જો કે ડીવાયએસપી જ્યોતિ પટેલે દબાણ સામે નહીં ઝૂકી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિજિલન્સની ટીમને રેડ દરમિયાન 10.99 લાખ રૂપિયા રોકડા મળ્યા છે
વિજિલન્સની ટીમને રેડ દરમિયાન 10.99 લાખ રૂપિયા રોકડા મળ્યા છે

આ અધિકારીની સીધી જવાબદારી છે
દરિયાપુર ફર્સ્ટ-સેકન્ડ PIએ કંઈ કર્યું નહીં
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે આર.આઈ.જાડેજા અને સેકન્ડ પીઆઈ તરીકે જે.બી.ચાવડા ફરજ બજાવે છે. જો કે ગોવિંદ ગામાની જુગાર નગરી દરિયાપુર પોલીસ સ્ટેશનથી માંડ 700 થી 800 મીટર દૂર જ ચાલતી હતી. તેમ છતાં દરિયાપુરના બંને પીઆઈએ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. આ જુગાર નગરી ચલાવવા માટે દરિયાપુર પોલીસ સ્ટેશનના બંને પીઆઈ પણ જુગાર નગરીના સંચાલકો જેટલા જ જવાબદાર હોવાથી તે બંને સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

F ડિવિઝન ACPની પણ જવાબદારી બને છે
દરિયાપુર પોલીસ સ્ટેશન સંકુલમાં જ એફ ડિવિઝન એસીપીની ઓફિસ છે. એફ ડિવિઝન એસીપી તરીકે જે.કે.ઝાલા છે. જો કે ગોવિંદ ગામાની જુગાર નગરી ચાલતી હોવાની જાણ એસીપીને ન હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. તેમ છતાં સુપરવિઝન અધિકારી તરીકે એસીપી ઝાલાએ આ જુગાર નગરી બંધ કરાવવા માટે કોઇ જ કાર્યવાહી કરી ન હતી. જેથી દરિયાપુર પીઆઈની જેમ જ એસીપી ઝાલાની પણ આ જુગાર નગરી ચાલુ હોવામાં બરાબર જવાબદારી બની રહી હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે.

ઝોન-4 ડીસીપી તરફ આંગળી ચિંધાય છે
દરિયાપુર પોલીસ સ્ટેશન ઝોન - 4 ડીસીપીના તાબા હેઠળ આવે છે. હાલમાં ઝોન - 4 ડીસીપી તરીકે રાજેશ ગઢીયા ફરજ બજાવે છે. ડીવાયએસપી તરીકે પોલીસ ખાતામાં ભરતી થયેલા રાજેશ ગઢિયા હાલમાં આઈપીએસના પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજેશ ગઢિયાને ઝોન - 4 ડીસીપી તરીકે મુકાયા બાદ તેમના તાબા હેઠળના વિસ્તારોમાં દારૂ - જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં પાછી પાની કરવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીઓનું કહેવું છે.

કેટના ઢગલા બંધ બંડલ પણ મળ્યાં હતાં.
કેટના ઢગલા બંધ બંડલ પણ મળ્યાં હતાં.

જુગારધામનો સંચાલક ગામા પણ પોલીસ પકડમાં
મનપસંદ જીમખાના પર અગાઉ અનેક વખત રેડ પાડવામાં આવી છે. જો કે દરવખતે તેનો સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા નાસી છૂટવામાં સફળ થતો હતો. જોકે આ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુખ્ય સંચાલક ગોવિંદ પટેલને પણ દબોચી લીધો હતો.

જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી
દરિયાપુર વિસ્તારમાં વિજિલન્સના મહિલા આધિકારીએ ખુદ પહોંચીને રેડ કરીને શહેરના સોથી મોટા જુગરધામને પકડી લીધું છે. આ એવી જગ્યાએ છે જ્યાં એકલ દોકલ વ્યક્તિનું જવું મુશ્કેલ હતું. બીજી તરફ જીમખાનાની આડમાં ચાલતા જુગરધામમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને શહેરની એક એજન્સીના PIને તેની જાણ હોવાની વિગત સૂત્રો પાસેથી જાણવા મળી છે. જે પીઆઈ તાજેતરમાં એક બુટલેગરની ધરપકડ થયા બાદ ચર્ચામાં હતા. વિજિલન્સની ટીમે રેડ કરી ત્યારે સંવેદનશીલ વિસ્તાર હોવાથી બહારની તરફ 32 SRP સહિત કુલ 50નો સ્ટાફ ઉભો રાખ્યો હતો. જો કે રાતે જુગારીઓ વધુ હોવાથી વધુ પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી.

પોળમાં તમામ જગ્યાએ CCTV લગાડેલા છે
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પોળમાં તમામ જગ્યાએ CCTV લગાડેલા છે. એક મકાનમાં CCTV કંટ્રોલરૂમ અને નોટો ગણવાની કામગીરી કરવામાં આવતી હતી. પોલીસે નોટો ગણવા માટે બે મશીન અને હજારો કેટના ખોખા મળી આવ્યા હતા. પોલીસને વોકી ટોકી પણ મળી આવ્યા છે. જેના પર વાત કરી અને વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો હતો. દરિયાપુર મોટી વાઘજીપુરા પોળમાં મનપસંદ ચેરીટેબલ ટ્રસ્ટના નામે ક્લબની આડમાં 7 બિલ્ડીંગમાં જુગાર રમવા દરરોજ 300 જેટલા જુગારીઓ આવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ટ્રસ્ટની આડમાં રહી ક્લબમાં જુગાર ચલાવતાં હતા
મનપસંદ ટ્રસ્ટ દ્રારા કોરોના મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટની આડમાં રહી ક્લબમાં જુગાર ચલાવતાં હતા. તાજેતરમાં જ નિવૃત્ત IPS એ.કે સુરેલીયા જેઓનો સાધુના વેશમાં ફોટો બહાર આવ્યો હતો. જે ફોટોને ફ્રેમમાં બનાવી ટ્રસ્ટની ઓફિસમાં લગાડવામાં આવ્યો હતો. એક નિવૃત્ત IPS અધિકારીનો ફોટો કેમ લગાડવામાં આવ્યો હતો તેના પર મોટો સવાલ ઉભો થયો છે.

ઓફિસ ભાડે રાખીને જુગાર રમાડાતો હતો
9 મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેડિયમ રોડ પર નવનિધી કોમ્પલેક્ષમાં ઉષા કોર્પોરેશન એન્ડ પટેલ ટ્રેડર્સ શોપ નામની દુકાનમાં જુગારધામ ઝડપ્યું હતું. સેલની ટીમે દુકાનમાં રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી હતી. આરોપી આહુજા કોમ્પ્લેક્સમાં રોજના રૂ. 2000 લેખે 15 દિવસથી દુકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...