કાર્યવાહી:હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનારા યુવક સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસનપુરમાં રહેતા એક પરિવારના સભ્યનું  કોરોનાના કારણે મૃત્યુ બાદ આખા પરિવારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. જોકે પરિવારના એક સભ્ય વારંવાર ઘરની બહાર નીકળી જતો હતો, જેથી સોસાયટીના સભ્યોએ તેને સમજાવ્યો હતો, પરંતુ તે માનવા તૈયાર ન હતો, જેથી આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા ઇસનપુર પોલીસ ઘટના સ્થળે આવી યુવક સામે ફરિયાદ નોંધી હતી.  ઇસનપુરની ઘનશ્યામનગર સોસાયટીમાં રહેતા શુભ જગદીશ ઠક્કરે તેમની સોસાયટીમાં રહેતા હેમંત કોષ્ટિ સામે ફરિયાદ નોંધાવી છે કે, હેલ્થ વિભાગે હોમ ક્વોરન્ટાઈનમાં મૂક્યા છતાં વારંવાર સોસાયટીની બહાર જાય છે. 

અન્ય સમાચારો પણ છે...