ડોમેસ્ટિક વાયોલન્સ:ઘરમાં CCTV લગાવી પત્ની પર નજર રાખતા પતિ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવરંગપુરામાં રહેતી પરિણીતાને પતિ બેંગલુરુમાં ત્રાસ આપતો હતો

શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતી પરિણીતા લગ્ન બાદ પતિ સાથે બેંગલુરુ રહેવા ગઈ હતી. જો કે તેના પતિ દ્વારા પૈસા માટે વારંવાર ત્રાસ આપતા અને પત્ની પર નજર રાખવા માટે ઘરમાં અને બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવતા અંતે કંટાળેલી પરિણીતા અમદાવાદ આવી અને પતિ વિરૂદ્ધ ગુજ.યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો અનુસાર અમદાવાદમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી મહિલાના લગ્ન ઝારખંડના એક યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ બંને બેંગલુરુ રહેવા ગયા હતા. લગ્નજીવન દરમિયાન તે માતા બની હતી. પરંતુ પતિ દ્વારા સતત માનસિક ત્રાસ આપતા અને પત્ની ઉપર નજર રાખવા ઘરની અંદર-બહાર સીસીટીવી કેમેરા લગાવી દેતા અંતે કંટાળીને મહિલા અમદાવાદ આવી હતી અને હવે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ બેંગલુરુુ કોર્ટમાં પણ કેસ કર્યો છે
સૂત્રો અનુસાર મહિલાએ પતિની વિરુદ્ધ બેંગલુરુ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો પણ કેસ કર્યો છે. તેમજ તેના સંતાનોની કસ્ટડી મેળવવા માટે ફેમિલી કોર્ટેમાં પણ કેસ કર્યો છે. આ બંને કેસ કોર્ટમાં ચાલુ છે.