વસ્ત્રાપુરના વેપારીને એલ્યુમિનિયમનો માલ ન આપી રૂ.36.23 લાખની ઠગાઇ કરનાર ભાલકો ઇન્ડસ્ટ્રીઝના બે ડિરેક્ટર સહિત 4 જણાં વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે. ડ્રાઇવઇન રોડ પરના શ્રીજી ટાવરમાં રહેતા ધવલ શાહ(31) મહાવીર એલ્યુમિનિયમ નામની ઓફિસ ધરાવે છે.
એલ્યુમિનિયમ મટીરિયલ્સની જરૂર પડતાં સોશિયલ મીડિયાના આધારે ભાલકો ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સેલ્સ એક્ઝિક્યૂટિવ અનિમેષ ગુપ્તા, ડિરેક્ટર સુમન ત્યાગી, નમ્રતા દુષ્યંત સિંઘ અને મેનેજર નીતિન ત્યાગી સાથે ઓગષ્ટ 2021માં ઓળખ થતાં ધવલે કંપનીના 60 ટન એલ્યુમિનિયમ મટીરિયલ્સનો ઓર્ડર આપી રૂ. 98.65 લાખ પણ મોકલી આપ્યા હતા.
રૂ પિયા મળ્યા બાદ કંપનીએ 62.42 લાખનું મટીરિયલ્સ મોકલી આપ્યું હતું, જ્યારે 36.23 લાખનો માલ નહીં મોકલતાં ધવલે શાહે કંપનીના ડિરેક્ટરો, મેનેજર અને સેલ્સ એક્ઝિક્યૂટિવને સામે રૂ.36.23 લાખની ઠગાઇ કરનારા ઉપરોક્ત ચારેય વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.