તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પતિની ગેરહાજરીમાં સસરા છેડતી કરતા હોવાનો આરોપ, પુત્રવધૂની સાસરિયાં સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિયરથી 10 લાખ ન લાવે તો કાઢી મૂકવાની ધમકી આપી હોવાનો પણ પુત્રવધૂનો આક્ષેપ

વાસણામાં એમકોમમાં અભ્યાસ કરતી પુત્રવધૂએ પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કર્યો છે કે, પતિ નોકરીએ જાય એટલે સાસુની હાજરીમાં જ સસરા ખભા પર હાથ મૂકીને અડપલાં કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પુત્રવધૂને દહેજ માટે મારઝૂડ કરી 10 લાખ લઈને આવવા કહેવાયું હતું અને જો ન લાવે તો ઘરમાંથી કાઢી મૂકવા ધમકી આપી હતી.

વાસણા વિસ્તારમાં રહેતી મોના (નામ બદલ્યું છે) એમકોમ પાર્ટ-1માં અભ્યાસ કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 2 વર્ષ પહેલાં કિંજલ પટેલ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાતાં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ મોના પતિ, સાસુ અને સસરા સાથે રહેતી હતી. જોકે લગ્ન બાદ સાસુ-સસરા દહેજ માટે મોનાને હેરાન પરેશાન કરતા હતા. જ્યારે કિંજલ પણ માતા - પિતાનો પક્ષ લઈને મોનાને દહેજ માટે મારઝૂડ કરતો હતો. જ્યારે કિંજલ નોકરીએ જાય ત્યારે સાસુની હાજરીમાં સસરા મોનાની બાજુમાં બેસીને તેના ખભે હાથ મૂકીને તેમ જ શારીરિક અડપલાં કરીને છેડતી કરતા હતા.

જ્યારે થોડા સમય પહેલા તો સાસરિયાઓએ મોના સાથે મારઝૂડ કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમણે મોનાને કહ્યું હતંુ કે, ‘તારા પિયરમાંથી 10 લાખ રૂપિયા લઈને આવજે તો જ તને ઘરમાં આવવા દઈશું.’

અન્ય સમાચારો પણ છે...