GIL કૌભાંડ:4 કર્મચારી સામે પોલીસ ફરિયાદ, ત્રણ સસ્પેન્ડ; કંપનીના MD સામે પણ તપાસ ચાલી રહી છે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગુજરાત ઈન્ફર્મેટિક્સ (GIL)ના કર્મચારીઓએ ખોટી સંસ્થા અને બેંક ખાતા ખોલાવી કંપની સાથે આશરે 10 કરોડનું ફ્રોડ કર્યું હતું. સમગ્ર મામલો બહાર આવતા કંપનીના ચાર અધિકારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ પૈકી ત્રણને સસ્પેન્ડ કર્યા છે જ્યારે એકની ટ્રાન્સફર કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કરે સમગ્ર ઘટના સોમવારે ઉજાગર કરી હતી.

સરકાર માન્ય જે.કે.બ્રાહ્મિન એન્ડ કંપનીએ હિસાબી વર્ષ 2019-20 નું ઓડિટ કર્યું હતું જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઓડિટ રિપોર્ટને 25 મેના રોજ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ફ્રોડ કરનાર ચારે અધિકારીઓએ વર્ષ 2019-20ના હિસાબી વર્ષમાં જુદાજુદા 16 ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

જવાબદાર અધિકારીઓ
જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સંચાલક મંડળની બેઠક બોલાવી જવાબદાર અધિકારી વિરૂદ્ધ આકરા પગલાનો નિર્ણય કર્યો હતો. અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. - વિજય નહેરા, સેક્રેટરી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી

અન્ય સમાચારો પણ છે...