મોદી સ્ટેડિયમમાં ક્વાર્ટર ફાઇનલ:સ્ટેડિયમ પર બંદોબસ્ત માટે પોલીસે GCA પાસે એડવાન્સ પૈસા માગ્યા, તમામ ટિકિટો વેચાઈ ગઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આઈપીએલની ક્વાર્ટર ફાઈનલ-ફાઈનલ માટે અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. - Divya Bhaskar
આઈપીએલની ક્વાર્ટર ફાઈનલ-ફાઈનલ માટે અત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે આઈપીએલની ક્વાર્ટર ફાઈનલ અને રવિવારે રમાનારી આઈપીએલની ફાઈનલ માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંદોબસ્ત માટે પોલીસે જીસીએ પાસે એડવાન્સમાં પૈસા માગ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણ‌વા મળ્યું છે. ગુજરાતની ટીમ ફાઈનલમાં આવતાં મેચની તમામ ટિકિટો વેચાઈ છે.

પોલીસ સૂત્રોના અનુસાર 29મીએ શહેરમાં બે મોટી ઈવેન્ટ યોજાવાની છે જેમાં લાખો લોકો ભાગ લેવાના હોઈ કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના પ્રશ્નો ઉભા ન થાય તે માટે શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસની એક સ્પેશિયલ સ્કીમ બનાવવામાં આવી છે. જેમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે.

શહેર પોલીસ ઉપરાંત બહારથી પણ વધારાથી ફોર્સ તૈનાત કરવામાં આવશે. જેમાં 6 ડેપ્યુટી પોલીસ કમિશનર, 7 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 50 પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની ત્રણ કંપનીનો સમાવેશ થાય છે. શહેર અને બહારની પોલીસ ફોર્સ મળી લગભગ 10 હજાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તહેનાત રહેશે. આ ઉપરાંત મેચ જોવા જનાર વ્યક્તિઅે ટિકિટની સાથે જ નક્કી કરવામાં આવેલા 30 પાર્કિંગ પ્લોટમાંથી એકનું બુકિંગ કરાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...