તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગનો ગુનો:નઝીર વોરા અને પત્ની સાજીદા કોર્ટમાં હાજર થતાં પોલીસે બંનેની ધરપકડ કરી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેજલપુરની સરકારી જમીન પચાવી પાડતા લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો

જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિગના ગુનામાં વોન્ટેડ નઝીર વોરા અને તેની પત્ની સાજીદા મંગળવારે કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તે બંનેની કસ્ટડી મેળવી વિધિવતની ધરપકડ કરી હતી.

નજીર વોરાએ સરખેજ તેમજ જુહાપુરા વિસ્તારમાં સરકારી જમીનો પચાવી પાડી હતી. આટલું જ નહીં તેમાંથી કેટલીક જમીનો ઉપર તો દુકાનો મકાનો પણ બનાવી દીધા હતા. જે પૈકીની એક જમીન ઉપર દુકાનો, મકાનો સાથેનું બિલ્ડિંગ બનાવી દીધું હતું. તે બિલ્ડિંગ જાન્યુઆરી મહિનામાં કોર્પોરેશન અને પોલીસે તોડી પાડ્યું હતું. જે બાબતે કોર્પોરેશનના અધિકારીઓએ નઝીર વોરા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવ્યો હતો.

જોકે ફરિયાદ નોંધાઈ ત્યારથી જ નઝીર વોરા ફરાર થઈ ગયો હતો.દરમિયાનમાં નઝીર વોરા અને તેની પત્ની સાજીદા મંગળવારે બપોરે 3.30 વાગે વકીલને સાથે રાખીને કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટ દ્વારા એસીપી વી.જી. પટેલને જાણ કરાઈ હતી. જેના આધારે વી.જી. પટેલ પોલીસ ટીમ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા અને નઝીર વોરા અને સાજીદાનો કબજો મેળવી તેમની વિધિવત ધરપકડ કરી હતી.

કોર્ટના આદેશથી RTPCR કરાવીને હાજર થયાં
નઝીર વોરા અને સાજીદા વિરુદ્ધ કોર્ટે હાજર થવા માટે વોરંટ કાઢ્યું હતું. જેના આધારે બંને સોમવારે કોર્ટમાં હાજર થયા હતા. પરંતુ કોર્ટે RTPCR ટેસ્ટ કરાવીને હાજર થવા સૂચના આપતા મંગળવારે ટેસ્ટ કરાવીને હાજર થયા હતા.

નઝીર વોરા વિરુદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે
નઝીર વોરા વિરુદ્ધ ધાકધમકી આપી જમીનો પચાવી પાડવી, અપહરણ, ખંડણી, મારામારી, ગોળીબાર કરવા સહિતના સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે. તેમાંથી મોટાભાગના ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...