તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્યુમેન્ટ સાથે 3 ઝડપાયા:અમદાવાદમાં બોગસ આધારકાર્ડ અને આવકના દાખલા બનાવતી ગેંગ ઝડપાઈ, કોર્પોરેટરની સહી કરેલા લેટરપેડ મળ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
પોલીસ સાથે આરોપીઓ
  • એક સગીર, વસીમ મન્સૂરી, ઇબ્રાહિમ મન્સૂરીને ઝડપી લેવામાં આવ્યા
  • એક લેપટોપ, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશન કાર્ડ, આઠ આવકના દાખલા કબજે

અમદાવાદ શહેરમાં બનાવટી આધાર કાર્ડ અને આવકના દાખલા બનાવી આપવાના રેકેટનો ગોમતીપુર પોલીસે પર્દાફાશ કર્યો છે. સરકારી અનાજની દુકાનમાં ચાલતા આ ગોરખધંધામાં સંડોવાયેલા એક સગીર, વસીમ મન્સૂરી, ઇબ્રાહિમ મન્સૂરીને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાસેથી ગોમતીપુરના કોર્પોરેટરો ઝુલ્ફીકાર ખાન પઠાણની સહી કરેલું લેટરપેડ પણ મળી આવ્યું છે. જે અંગે કોર્પોરેટરની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં નવા ખુલાસાઓ થવાની શક્યતાઓ છે.

રૂ.500થી રૂ.1000માં આધારકાર્ડ અને આવકના દાખલા બનાવતા
શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી પટેલ મિલ પાસે સરકારી અનાજની દુકાનમાં બનાવવામાં આવતા બનાવટી આધારકાર્ડનું રેકેટ ઝડપાયું છે. પોલીસે વસીમ મન્સૂરી, ઇબ્રાહિમ મન્સૂરી તેમની સાથે 17 વર્ષના સગીરને રાખી બનાવટી આધારકાર્ડ અને આવકના દાખલા બનાવતા હતા. જે અંગે ડીસીપી ઝોન પાંચ સ્ક્વોડને બાતમી મળતા દુકાન પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 500 રૂપિયાથી લઈ એક હજાર રૂપિયામાં આધાર કાર્ડ બનાવી રહેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

પોલીસે જપ્ત કરેલા નકલી આધારકાર્ડ
પોલીસે જપ્ત કરેલા નકલી આધારકાર્ડ

શહેરકોટડા ઝોનનો એક સિક્કો પણ કબજે કર્યો
ગોમતીપુર પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ, થમ્બ પ્લેટો, લેમિનેશન મશીન, રાઉટર, પ્રિન્ટર, 15 આધાર કાર્ડ, ત્રણ રેશનીંગ કાર્ડ, આઠ આવકના દાખલા, પાંચ સ્ટેમ્પ અને બે મોબાઇલ કબજે કર્યા છે. આધારકાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ મળી આવ્યા છે. સાથે સાથે શહેરકોટડા ઝોનનો એક સિક્કો પણ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ દસ્તાવેજો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ જે કોર્પોરેટરોના નામના દસ્તાવેજો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગોરખધંધામાં કોર્પોરેટર કે પછી સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસને મળી આવેલા સ્ટેમ્પ
પોલીસને મળી આવેલા સ્ટેમ્પ