ક્રાઈમ:નશામાં યુવતીના ઘર પાસે હંગામો કરનાર પોલીસની ધરપકડ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ દારૂ પીને સ્ત્રી મિત્રના ઘરે જઇ તોફાન મચાવ્યું હતું. જોકે આ અંગે સ્ત્રી મિત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતા પોલીસે કર્મચારીની ધરપકડ કરી હતી.

નવા વાડજમાં રહેતા એક મહિલાએ રવિવારે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ કરી હતી. જેમાં દારૂ પીધેલી હાલતમાં એક પોલીસ કર્મચારીએ તેમના ઘર પાસે આવીને ઝઘડો કર્યો હોવાનું જણાવ્યું હતું. વાડજ પોલીસે તપાસ કરતા સ્થળ પરથી દારૂ પીધેલી હાલતમાં મુકુન્દસિંહ રહેવર નામનો પોલીસ કર્મચારી ખાનગી કપડામાં મળ્યો હતો. મુકુન્દસિંહ રહેવર અને તેમના સ્ત્રી મિત્ર બંનેને પકડીને વાડજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...