• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Police Are Still Searching For The Mastermind Behind Amol Seth, Details Of Money Transactions Will Be Revealed Today After 20 Bank Accounts Were Frozen.

કરોડોની ઠગાઈનો કેસ:અમોલ શેઠની પાછળના માસ્ટર માઈન્ડને હજી પોલીસ શોધી રહી છે, બેંકના 20 ખાતા ફ્રીજ થયા બાદ આજે નાણાંની લેવડ-દેવડની વિગતો ખુલશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 કંપનીઓમાં બેસાડેલા બોગસ ડાયરેક્ટરો રાતો રાત છુમંતર થઈ ગયાં
  • પોલીસને બોડકદેવ ખાતે આવેલી વૈભવી ઓફિસ સિવાય અન્ય જગ્યાઓએ ઓફિસ હશે તેવી શંકા
  • 3 હજાર કરોડની માતબર રકમ વિદેશમાં હવાલાથી ટ્રાન્સફર થઈ પણ પોલીસના હાથ ટૂંકા પડ્યા

અમદાવાદની અનિલ સ્ટાર્ચ કંપનીના માલિક અમોલ શેઠે સિદ્ધાર્થ ટ્રેડ નામની કંપની ઉભી કરી રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરો, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ કરોડોનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદો તેની સામે નોંધાઈ છે. કૌભાંડીના કમ્પ્યૂટરમાંથી પણ મહત્ત્વનો ડેટા મળે તેવી શક્યતા છે.પોલીસની ટીમને સેટેલાઈટના બોડકદેવ ખાતે આવેલી વૈભવી ઓફિસ સિવાય પણ અન્ય જગ્યાઓએ ઓફિસ હશે તેવી શંકા છે અને ત્યાંથી અમોલ શેઠના કાળા કારનામાની માહિતી સામે આવે તેમ છે.

16 કંપનીઓના બોગસ ડાયરેક્ટરો રાતોરાત ભાગી ગયા
અમોલ શેઠની 16 જેટલી કંપનીઓમાં બ્લેકમની વ્હાઈટ થઈ ગઈ હોવા છતાં કોઈ એજન્સીને તેની જાણ થઈ નથી. 3 હજાર કરોડની માતબર રકમ ક્યાં ગઈ તેમજ આ કેસમાં તેની પાછળ રહેલો માસ્ટર માઈન્ડ હજી પોલીસની પહોંચની બહાર છે. બીજી તરફ હવાલાથી રકમ વિદેશમાં ટ્રાન્સફર થઈ હોવાની પણ માહિતી બહાર આવી છે તે છતાંય કઈ બેંકોમાંથી રકમ ટ્રાન્સફર થઈ તેની તપાસ હજી સુધી થઈ શકી નથી. તે ઉપરાંત તેણે 16 કંપનીઓમાં 16 બોગસ ડાયરેક્ટરો બેસાડ્યાં હતાં તે પણ રાતો રાતે નાસી છુટ્યા છે અને બ્લેકમની ડાયવર્ટ કરી દેવાયું છે.

આરોપીઓ સામે સાત ગુના દાખલ થયા છે
અનિલ સ્ટાર્ચના અમોલ શેઠ સહિતના લોકો સામે અગાઉ માણસા પોલીસ સ્ટેશનમાં 2018માં બે ફરિયાદ, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં 2019માં એક 2020 માં એક, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં 2017માં એક અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2017માં એક એમ કુલ સાત ફરિયાદ છે. પોલીસ સૂત્રો કહે છે કે, અમોલ શેઠે 1000 જેટલા રોકાણકારો પાસેથી જુદી જુદી કંપનીઓમાં રોકાણના અને મકાઈની ખરીદીના નામે 9થી 12 ટકા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા મેળવ્યાં હતાં .મકાઈનું વેચાણ કરનાર ત્રણ વેપારીઓના કુલ 3.50 કરોડ રૂપિયા જેવી રકમ અમોલ શેઠે નહીં ચૂકવ્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે.

અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠે 400થી 500 લોકો સાથે છેતરપિંડી કરી
અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠે 400થી 500 લોકો સાથે છેતરપિંડી કરી

અમોલ શેઠ સામે વધુ એક FIRની તૈયારી
અમોલ શેઠે બેન્કા અને રોકાણકારોને 1000 કરોડ ઉપરાંતનો ચૂનો ચોપડયો હોવાની વિગતો પોલીસની તપાસમાં ખૂલી રહી છે. ક્રાઈમ બ્રાન્ચને હવે એવી વિગતો મળી છે કે, અમોલ શેઠે સ્ટાર્ચ બનાવવા માટે મકાઈ ખરીદી તેના નાણાં પણ ચૂકવ્યાં નહોતાં. આ પ્રકારે ત્રણ વેપારી સાથે 3.50 કરોડ આસપાસના છેતરપિંડી કરાયાની ફરિયાદ નોંધાઈ શકે છે. ક્રાઈમ બ્રાન્ચને ત્રણ વેપારીઓએ લેખિત રજૂઆત કરી હોવાથી અમોલ શેઠ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ શકે છે. અમોલ શેઠે મકાઈના નામે પૈસા મેળવ્યાં પણ વેપારીઓને ચૂકવ્યાં નથી.

CID ક્રાઈમે કાળજી લીધી હોત તો રોકાણકારોને નાણાં મળી શકત
CID ક્રાઇમમાં ત્રણ ફરિયાદો છતાં ચાર વર્ષથી કોઇ કાર્યવાહી ના થતાં રોકાણકારો ધકકા ખાઇને કંટાળી ગયા હતા. તેમજ CID ક્રાઇમના અધિકારીઓ તરફથી કોઇ વ્યવસ્થીત જવાબ ના મળતો હોવાથી રોકાણકારો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ ફરિયાદોમાં પોલીસે GPID એકટ ના નોંધ્યો હોવાથી લોકોને પોતાના જ પૈસાનુ વળતર ના મળ્યુ હોવાની લોકોની લાગણી છે. જો કે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇનડીવીઝનલ ફરિયાદો હોવાથી જીપીઆઇડી એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવી નથી

અમોલ શેઠની કંપનીઓ

  • અનિલ બાયોકેમ લિ.
  • અનિલ બાયોટેક લિ.
  • અનિલ ટેક્નોપ્લસ લિ.
  • અનિલ ન્યુટ્રીનેટ્સ લિ.
  • જેડીએસ કાસ્ટિંગ પ્રા.લિ.
  • મહાલક્ષ્મી મોલ્ડિંગ વર્કસ
  • મમતા સ્ટાર્ચ પ્રોડક્ટ લિ.
  • યુએનઆઈવી મિનરલ્સ
  • અનિલ હોસેરિ પ્રોડક્ટ્સ
  • શોધન ટેક્સટાઈલ પ્રા.લિ
  • સંતોષ સ્ટાર્ચ પ્રોડક્ટ લિ
  • દીપ ઈન્ડસ્ટ્રીઝ
  • સોનિયા ફૂડ પ્રા.લિ
  • ભારતી મેન્યુફેક્ચરિંગ પ્રા.લી
  • કરન એન્ટરપ્રાઈઝ
  • રેડિશન લેબોરેટરી પ્રા.લી