તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અમદાવાદના વેપારીઓ માટે પોલીસ અને AMC દ્વારા વેક્સિનેશન કેમ્પ શરુ કરાયા, આજે 800 વેપારીઓને વેક્સિન અપાશે

અમદાવાદ5 દિવસ પહેલા
વેપારીઓ માટે વેક્સિનેશનનું આયોજન
  • અમદાવાદ પોલીસ અને AMC દ્વારા કાલુપુર સસ્વામિનારાયણ મંદિર તેમજ જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે વેક્સિનેશન કેમ્પ શરુ કરવામાં આવ્યો.
  • નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.

રાજયમાં કોરોનાના કેસો ઓછા થતાં સરકાર દ્વારા ધીરે ધીરે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ વેક્સિનેશન પર વધુ ભાર મુકવામા આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાના- મોટા વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આજે શહેરના કાલુપુરના તમામના માર્કેટ અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની સેકટર 1 જેસીપી આર.વી અસારીએ શરૂઆત કરાવી છે. કાલુપુરના વેપારીઓ માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજે સવારથી કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.

વેપારીઓએ વેક્સિન લીધી કે નહીં તેની પોલીસ તપાસ કરશે
સેકટર 1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હવે નિયંત્રણો ઓછા થયા છે. વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે.

જે નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. બે ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર ન કરવા દેવાય તેવું પણ થઈ શકે છે જેથી તમામ વેપારીઓએ વેક્સિન લેવી જોઈએ. આજે 800 જેટલા વેપારીઓને વેક્સિન આપવામાં આવશે.

શહેરમાં મ્યુનિસિપાલિટી તથા પોલીસ તંત્રએ વેક્સિનેશનના કેમ્પ શરુ કર્યાં
શહેરમાં મ્યુનિસિપાલિટી તથા પોલીસ તંત્રએ વેક્સિનેશનના કેમ્પ શરુ કર્યાં

શહેરના શરુ થયેલા કેમ્પમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે 45 વર્ષથી ઉપરના મસ્કતી માર્કેટ, પાંચકુવા કાપડ માર્કેટ, રતનપોળ માર્કેટ તેમજ અન્ય બજારના વેપારીઓ માટે કાલુપુર, સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પમાં સેક્ટર-1 જેસીપી આર.વી અસારી, ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણ, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મુખ્ય મહંત અને જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી
18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી

અમદાવાદમાં 21 લાખ લોકોએ પ્રથમ ડોઝ લીધો
એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. બુધવારે કુલ 33,503એ રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...