તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Police, Advocates, Press Wrote On The Vehicles And 48 People Were Punished; A Fine Of Rs 24,000 In One Day, The Drive Will Run Till The 19th

ટ્રાફિકની ડ્રાઇવ:વાહનો પર પોલીસ, એડવોકેટ, પ્રેસ લખી ફરતા 48 લોકો દંડાયા; એક દિવસમાં 24 હજારનો દંડ, 19મી સુધી ડ્રાઇવ ચાલશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિનઅધિકૃત લખાણ ધરાવતાં વાહનો સામે ટ્રાફિકની ડ્રાઇવ

ખાનગી વાહનો પર પોલીસ, પી, ડોક્ટર, એડવોકેટ કે પ્રેસનું લખાણ લખાવીને ફરતા લોકો વિરુદ્ધ દંડ વસૂલ કરવા માટે ટ્રાફિક પોલીસે એક અઠવાડિયાની ડ્રાઈવ યોજી છે, જેના પહેલા જ દિવસે શુક્રવારે ટ્રાફિક પોલીસે આ પ્રકારના બિનઅધિકૃત લખાણવાળા 48 વાહનોની અટકાયત કરીને તેમની પાસેથી રૂ.24 હજારનો દંડ વસૂલ્યો હતો. 13 ઓગસ્ટે શુક્રવારથી શરૂ કરવામાં આવેલી આ ડ્રાઇવ 19 ઓગસ્ટ સુધી ચાલશે.

અગાઉ પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન પર પોલીસ કે ‘પી’ લખીને ફરતા હોવાનું શહેર પોલીસ કમિશનરના ધ્યાને આવતાં તેમણે ખાનગી વાહન પર પોલીસ કર્મચારી કે અધિકારી લખેલું લખાણ દૂર કરવા અને તેમની પાસેથી દંડ વસૂલવા માટે એક અઠવાડિયાની સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી, જેમાં 500 જેટલાં વાહનો પરથી પોલીસ અને પી લખેલા લખાણ દૂર કરી પોલીસ કર્મચારીઓ પાસેથી રૂ.5 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જોકે આ જ રીતે ડોક્ટર, એડવોકેટ કે પ્રેસ જેવા લખાણ પણ ખાનગી વાહન પર લખીને લોકો ફરતા હોવાનું ઉપરી અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. આથી આવા વાહનચાલકોને પકડીને દંડ વસૂલવા અને આ પ્રકારનાં બિનઅધિકૃત લખાણ દૂર કરવા માટે 13થી 19 ઓગસ્ટ સુધીની એક અઠવાડિયાની સ્પેશિયલ ડ્રાઇવ ટ્રાફિક પોલીસે શરૂ કરી છે.

આ ડ્રાઇવના પહેલા જ દિવસે એટલે કે 13 ઓગસ્ટે શહેરભરના જુદા જુદા પોઇન્ટ પર બિનઅધિકૃત લખાણ સાથે ફરતા 48 વાહનો પકડાયા હતા, જેમના ચાલકો પાસેથી કુલ રૂ.24 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, આ સાથે વાહન પર લખેલા પોલીસ, પી, એડવોકેટ, ડોક્ટર, પ્રેસના લખાણો પણ દૂર કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...