રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્વક થાય તે માટે શહેર પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવે છે. જેમાં ફૂટ પેટ્રોલિંગથી લઈને આકાશી ડ્રોન દ્વારા નજર રાખવાની તૈયારી કરી દેવામાં આવી છે. આ સમગ્ર તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આઈજી લઈને સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ સુધીની બંદોબસ્તની પ્રક્રિયા તૈયાર કરી દેવામાં આવી છે. શહેરના લોકો શાંતિ ભર્યા વાતાવરણમાં તહેવાર ઉજવે અને સામાન્ય વાતાવરણ જળવાઈ રહે તે માટે તૈયારી કરી હોવાનું શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આવતીકાલે રમઝાન અને પરશુરામ જયંતિના તહેવાર નિમિત્તે વિવિધ વિસ્તારના અગ્રણીઓ શાંતિ સમિતિના લોકો અને ધર્મના આગેવાનો સાથે મીટીંગ યોજવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પાડવામાં આવે છે, શહેરમાં ત્રણ એક જગ્યાએ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળે છે તે જગ્યાએ પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કેટલાક સંવેદનશીલ વિસ્તાર અને નાની-નાની ગલીઓમાં સુમેળ ભર્યું વાતાવરણ સર્જાઈ રહે તે માટે આકાશી ડ્રોન દ્વારા વોચ રાખવામાં આવશે. જેના કારણે કંટ્રોલરૂમમાં તેની પળેપળની માહિતી જાણી શકાય બીજીતરફ અલગ અલગ વિસ્તારમાં ગોઠવેલા બંદોબસ્તના કારણે સામાન્ય સ્થિતિ જળવાઈ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.