તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:સ્વાસ્થ્યપ્રદ છે પોહીમ લાખનાં માટીનાં નોનસ્ટિક વાસણ, ધાતુના નોન સ્ટિક વાસણોનું ટેફલોન કોટિંગ સ્વાસ્થ્ય માટે જોખમી : આદિવાસી બનાવે છે લાખ વાળા વાસણ

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસીઓ પરંપરાગત નોનસ્ટિક વાસણો બનાવે છે. વર્ષોથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના નાયક અને ધાનક કમ્યુનિટિના માટીકામ કરતાં કારીગરો આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેમની આ પરંપરાગત કળાને માર્કેટ પ્લેટફોર્મ પુરુ પાડવાના આશયથી સૃષ્ટિના શોધ પ્રોજેક્ટ હેઠળ મેન્ટરીંગ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. સામાન્ય રસોડામાં વપરાતા ધાતુના નોનસ્ટિક વાસણો પર કરાતું ટેફલોનનું કોટિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જ્યારે આ પરંપરાગત રીતે પોહીમ લાખનું માટીના વાસણ પર થતું કોટિંગ નેચરલ હોવાથી સ્વાસ્થ્ય માટે જોખમી હોતું નથી.

70થી 200 રૂપિયા સુધીની કિંમતના વાસણો બનાવે છે
અમે પહેલાં અમારા 86 ઘરો પુરતાં જ આવા વાસણો બનાવાતાં હતાં. હવે અમને સારી કિંમત મળતાં નવાં વાસણો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલમાં હાંડી, ઢોંસાનો તવો,રોટલીની તાવડી જેવાં વાસણો બનાવ્યાં છે. જેની કિંમત 70 રૂપિયાથી શરુ કરીને 200 રુપિયા સુધીની છે. હાલમાં આ વાસણનો ચૂલા તથા ગેસ સ્ટવ પર સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ વાસણોનો ઇન્ડક્શન વપરાશ માટેનું સંશોધન ચાલું છે. રેસ્ટોરન્ટનાં થાળી, વાટકી, ગ્લાસ, જગનો સેટ બનાવ્યો છે. - સુરતાન ભાઇ અને તેમની પત્ની, નોનસ્ટિક વાસણના કારીગર

સૃષ્ટિ દ્વારા કરવામાં આવી રહી છે કારીગરોને મદદ
નોનસ્ટિક વાસણોની ક્વોલિટિનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરાયું છે. શોધયાત્રા દરમ્યાન આ કમ્યુનિટીનું નોલેજ પર ધ્યાન ગયું હતું. હાલમાં સૃષ્ટિ તેમને સ્થાનિક સ્તરેથી શહેરી સ્તરે માર્કેટ અને યોગ્ય કિંમત પુરુ પાડવાં પ્રોત્સાહન આપી રહ્યી છે. માટીકામમાં વપરાતી ભઠ્ઠીમાં બળતણના લાકડાનો ઉપયોગ વધારે થતો હોય છે. જેમાં ખુલ્લી ભઠ્ઠી વપરાય છે. અમે બંધ ભઠ્ઠીનું ઇનોવેશન કર્યું છે. 4 જીલ્લામાં માટીકામના કારીગરોને આ ભઠ્ઠી આપી ટ્રાયલ શરુ કરાયું છે. - પ્રોફેસર અનિલ ગુપ્તા ફાઉન્ડર સૃષ્ટિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો