તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:ઝાયડસની વેક્સિનને મંજૂરી મળી શકે, ગુજરાતમાં હજુ 12 દિવસ વરસાદ ખેંચાશે, મોહન ભાગવતે કહ્યું- બધા ભારતીયોના DNA એક, હિંદુ-મુસ્લિમ અલગ નથી

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 5 જુલાઈ, જેઠ વદ અગિયારસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) કેન્દ્ર સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠકમાં ઝાયડસની વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે. 2) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા આજે CAની ફાઈનલ પરીક્ષા યોજવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ગુજરાતમાં હજુ 12 દિવસ વરસાદ ખેંચાશે, 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ, ખેડૂતો ચિંતામાં
રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઇમેટની આગાહી મુજબ, રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી 20 મિમીથી વધુ વરસાદ નહીં પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યારસુધીમાં 19.25 ટકા, એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે, જેને કારણે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બૂટલેગરનો દારૂનો વીડિયો વાિરલ, મંત્રી ઈશ્વર પરમારના ગામની બેઠક પરથી જીતી છે ચૂંટણી
સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની બાબેન બેઠક-2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાઈરલ થયો છે. મહિલા બૂટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતની સભ્ય હોવાથી બેખોફ રીતે દારૂનો ધંધો કરી રહી છે. લિસ્ટેડ બૂટલેગર એવી શકુંતલા રાઠોડ મંત્રી ઈશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતની સભ્ય છે.

વાંચો સમાચાર વિગતવાર

3) મારો 16 લાખ પગાર, 16 લાખ ગ્રેચ્યુઇટી આપો, નહીંતર ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ કલ્કી અવતાર
વડોદરામાં અધીક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં આવ્યા છે. પોતાને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કી અવતાર માનનાર રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે મારો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુઇટી આપો, નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ.

વાંચો સમાચાર વિગતવાર

4) મોહન ભાગવતે કહ્યું- બધા જ ભારતીયોના DNA એક, એ પછી કોઈપણ ધર્મના કેમ ન હોય, હિંદુ-મુસ્લિમ અલગ નથી
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સંઘપ્રમુખ મોહન ભાગવતે ગાઝિયાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં DNAને લઈને નિવેદન આપ્યું છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રોગ્રામમાં સંઘપ્રમુખે કહ્યું હતું કે તમામ ભારતીયોના DNA એક જ છે, એ પછી કોઈપણ ધર્મનો કેમ ન હોય.

વાંચો સમાચાર વિગતવાર

5) ઉત્તરાખંડના નવા CMએ શપથ લીધા, 45 વર્ષના પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બન્યા
પુષ્કર સિંહ ધામીએ રવિવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદના શપથ લીધા. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમને શપથ અપાવ્યા. શનિવારે ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં ધામીના નામ પર સહમતી બની હતી. તેમની સાથે 11 મંત્રીએ શપથ લીધા હતા. પિથૌરગઢમાં જન્મેલા 45 વર્ષના પુષ્કરસિંહ ધામી રાજ્યના સૌથી નાની ઉંમરના CM બન્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

6) ફિલિપિન્સમાં 85 સૈનિકોને લઈ જતું મિલિટરી પ્લેન લેન્ડિંગ સમયે ક્રેશ; 17નાં મૃત્યુ, 40ને બચાવી લેવાયા
ફિલિપિન્સમાં 85 સૈનિકોએ લઈને જઈ રહેલું એક મિલિટરી પ્લેન રવિવારે ક્રેશ થઈ ગયું. આર્મી ચીફ જનરલ સિરિલિટો સોબેજાનાએ AFPને જણાવ્યું હતું કે સી-130 પ્લેનમાં આગ લાગી હતી. દુર્ઘટનામાં 17 સૈનિકોનાં મૃત્યુ થયાં છે, જોકે 40 સૈનિકોને બચાવી લેવામાં આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

7) રાહુલનો સવાલ- તપાસથી બચવા માગે છે મોદી, કારણ કે મિત્રોને બચાવવા છે; ફોટો શેર કરતાં લખ્યું- ચોરની દાઢી...
કોંગ્રેસ ફરી એકવાર રાફેલ ડીલને લઈને આક્રમક મોડ પર આવી ગઈ છે. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વીટ કર્યું હતું. એમાં તેમણે પૂછ્યું કે જોઇન્ટ પાર્લમેન્ટરી (JPC)ની તપાસથી મોદી કેમ બચવા માગે છે? રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ કરી છે. આમાં તેણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એક વ્યક્તિનો અડધો ચહેરો અને દાઢીમાં રાફેલનો ફોટો છે. રાહુલે લખ્યું છે, ચોરની દાઢી...

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

(1) CM કેજરીવાલે કોરોનામાં જીવ ગુમાવનાર ડોક્ટરને ભારત રત્ન આપવા PM મોદીને પત્ર લખ્યો,સતત ત્રીજા દિવસે નવા કેસ ઘટીને 42,751 થયા
(2) ટ્વિટરના MD મનીષ માહેશ્વરી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ, હિન્દુ દેવીના અપમાનનો આરોપ
(3) રાજસ્થાનની સરહદ પર ઝીરો પોઇન્ટ બાદ 28 વર્ષના અંતરાળે ખેડૂતો ખેતી કરી શકશે, BSF પાસ આપશે
(4) રાજૌરી અને કઠુઆ બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ મુકાયો, હવે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે

આજનો ઈતિહાસ
આજના દિવસે વર્ષ 1995માં સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ ક્લોનથી ડોલી નામના ઘેટાનું સર્જન કર્યું હતું.

અને આજનો સુવિચાર

કોઈપણ વ્યક્તિની સાચી માનસિકતા પારખવી હોય તો તેની સાથે પ્રવાસ કરવો જોઈએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...