• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Education Minister Vaghani Announced STD 9 To 12 Exam 30% MCQ , Omicron Variant PM Modi Said No Mistake Should Be This Time

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજ્યમાં ધોરણ 9 થી 12માં 30% MCQ પુછાશે, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત; ઓમિક્રોન વેરિયન્ટને પગલે PM મોદીએ કહ્યું- આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએ

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 28 નવેમ્બર, કારતક વદ નોમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરના ભાટ સ્થિત GCMMFના મિલ્ક પાવડર પ્લાન્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરશે
2) આજે રાજ્યમાં શહેરથી માંડી ગામ સુધી મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ ચાલશે, નામ નોંધાવવા, સુધારા સહિતની કામગીરી થશે
3) સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોઃ આજે એક્ઝિબિશનનો બીજો દિવસ, હોંગકોંગ, યુકે, અમેરિકા સહિતના લોકો ભાગ લેશે
4) આજે વાપી નગરપાલિકા ચૂંટણીનું મતદાન, 11 વોર્ડમાં 43 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-આપના કુલ 109 ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે ભયભીત કર્યા:ઈમરજન્સી બેઠકમાં PM મોદીએ કહ્યું- ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરો, આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએ
સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના ભયથી દુનિયાભરના દેશોમાં પ્રતિબંધી લગાવવાના શરૂ થઈ ગયા છે. વિશ્વમાં કોરોનાના સાઉથ આફ્રિકન વેરિઅન્ટની દહેશત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓની સાથે કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે એક બેઠક યોજી હતી. મોદીએ કહ્યું કે નવા વેરિયન્ટ બાબતે આપણે અત્યારથી જ એલર્ટ રહેવું પડશે. તેમણે અધિકારીઓને ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરવા જણાવ્યુ હતું.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત સરકારનો નિર્ણય: રાજ્યમાં ધોરણ 9, 10, 11 અને 12માં 30% MCQ પુછાશે, શિક્ષણમંત્રીએ ફી મુદ્દે મગનું નામ મરી ન પાડ્યું
રાજ્યમાં ધોરણ 9, 10 11 અને 12માં પરીક્ષાને લઈને અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધી 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (MCQ) પુછાશે. જોકે આ જાહેરાત દરમિયાન ફી મુદ્દે શિક્ષણમંત્રીએ મગનું નામ મરી ન પાડ્યું.
વાંચો સમાચાર વિગતવાર

3) KCGએ MYSYના તમામ હેલ્પ સેન્ટર પર વેરિફિકેશનની કામગીરી ફરજીયાત કરાવી, સેન્ટર બંધ હશે તો કાર્યવાહી થશે
ધોરણ 10 અને 12 બાદ ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અમલી છે. દિવ્યભાસ્કર દ્વારા અમદાવાદના બે હેલ્પ સેન્ટર પર સ્ટિંગ ઓપરેશન કરાયું હતું, જેમાં સેપ્ટ(CEPT) યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટી પર તપાસ કરાઈ હતી, જે બંને હેલ્પ સેન્ટર બંધ હાલતમાં હતા. જેથી દિવ્યભાસ્કરના અહેવાલ બાદ KCG (નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત) દ્વારા MYSYના તમામ હેલ્પ સેન્ટરના આચાર્યોને પત્ર લખીને હેલ્પ સેન્ટર પર MYSYના વેરિફિકેશનની કામગીરી ફરજીયાત કરવા જણાવ્યું છે. જે હેલ્પ સેન્ટર બંધ હશે તેની જવાબદારી નોડલ ઓફિસરની રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

4) યુકે, દ. આફ્રિકા, યુરોપ, બ્રાઝિલ, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડથી આવતા પ્રવાસીઓનો ગુજ. એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત
દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા મલ્ટીપલ મ્યૂટેશન કોરોના વેરિયન્ટને પગલે તમામ એરપોર્ટને વિદેશથી આવનારા મુસાફરોની તપાસ કરવા ભારત સરકારે સૂચના આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે, તેઓ યુકે, યુરોપ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવનારા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. આ અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપી દીધો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) નવા સ્ટ્રેનનું ચીન કનેક્શન:દક્ષિણ આફ્રિકી વેરિયન્ટનું નામ ઓમિક્રોન કેમ રાખવામાં આવ્યું; ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી તેનો શું સંબંધ છે?
દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. WHOએ આ વેરિયન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. જોકે, નવા નામકરણને લઈને WHO પર સવાલો ઉઠવા લાગ્યા છે. તેનું કારણ નામકરણના ક્રમમાં 2 અક્ષરો છોડવાનું છે.વાસ્તવમાં WHO નવા પ્રકારનું નામ ગ્રીક મૂળાક્ષરોના અક્ષરો અનુસાર રાખે છે. ઓમિક્રોન એ ગ્રીક મૂળાક્ષરોનો 15મો અક્ષર છે. WHOએ આ પહેલા આવેલા 2 અક્ષરોના નામ કોઈપણ પ્રકારને આપ્યા નથી. અવગણવામાં આવેલા બે અક્ષરોના નામ Nu અને Xi છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Xi (Xi) લેટર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નામ સાથે સામ્યતાના કારણે છોડી દેવામાં આવ્યો છે. Nu ને ન્યૂ(એટલે કે નવુ) ઉચ્ચારણને કારણે છોડી દેવામાં આવ્યો છે. WHO અત્યાર સુધી 13 વેરિયન્ટ્સને ગ્રીક લેટર્સનું નામ આપી ચૂક્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ઓખા નજીક બે વિદેશી જહાજ વચ્ચે જોરદાર ટક્કર, બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લેવાયા, લાખો લિટર ઓઇલ ઢોળાવાનું જોખમ
ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ MV એવિએટર અને MV ક્રેઝ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેને લઈ આપાતકાલીન મદદની જરૂર પડી હતી. જેની માહિતી ભારતીય સુરક્ષા એજન્સીને થતા સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રૂ-મેમ્બરને બચાવી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) વડોદરા ગેંગરેપ અને આપઘાત કેસમાં ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સીટની મિટિંગ મળી, આરોપીઓને પકડવા એક્શન પ્લાન
2) કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ વેક્સિન અસરકારક રહેશે; મોડર્નાએ બૂસ્ટર ડોઝ બનાવવાનું એલાન કર્યું
3) પોલીસ ભરતીમાં અત્યાર સુધી 7 લાખ કોલ લેટર ડાઉનલોડ થયા, ભરતી બોર્ડે ઉમેદવારોની મૂંઝવણ માટે 3 હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
4) બ્રિટન બાદ અમેરિકા, સાઉદી અરબ અને શ્રીલંકાએ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો; ક્વોરન્ટીન નિયમો પણ કડક
5) નોઈડા એરપોર્ટના નામે શેર કરી બેઈજિંગ એરપોર્ટની તસવીર, વિપક્ષ પછી હવે ચીનના પત્રકારે પણ નિંદા કરી
6) ભૈય્યુજી મહારાજને બ્લેકમેઇલ કરતી પલકે પિયૂષને લખ્યું- BMને પાગલ કરવો છે, તાંત્રિક સાથે ડીલ થઈ ગઈ છે

આજનો ઈતિહાસ
એરબસ A-300 વિમાન અમેરિકાની કંપની બોઈંગે બનાવ્યું છે. આ વિમાન ઘણું જ મોટું છે. 28 નવેમ્બર 1996થી પહેલાં આ વિમાનને માત્ર પુરૂષો જ ઉડાવતા હતા. પરંતુ 28 નવેમ્બર 1996નાં રોજ કેપ્ટન ઈન્દ્રાણી સિંહે તેને ઉડાવીને ઈતિહાસ રચી દીધો. કેપ્ટન ઈંન્દ્રાણી સિંહ આ વિમાનના કમાન્ડર પણ હતા.

આજનો સુવિચાર
મુશ્કેલ છે પણ મહેનત અને આશા છોડતા નહીં, કારણ કે તેનાથી ભવિષ્ય સુંદર થશે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...