મોર્નિંગ ન્યૂઝ બ્રીફકેજરીવાલનો સતત ત્રીજા દિવસે રોડ શો:PMની આદિવાસીઓને રીઝવવા નવી ABCD, મોદી-શાહ એક મહિનો ગુજરાતમાં રહેશે તોપણ જીતશે નહીં: જગદીશ ઠાકોર

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 07 નવેમ્બર, કારતક સુદ ચૌદસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ ગ્રામ, કાલાવાડ અને જેતપુરમાં રોડ શો કરશે.
2) રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત એક દિવસીય ગુજરાત પ્રવાસે, આણંદ અને વડોદરામાં પબ્લિક મિટિંગ કરશે.
3) પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લીમખેડા, દેવગઢબારીયા અને છોટાઉદેપુરના જેતપુરમાં રોડ શો કરશે.
4) લશ્કરના કમાન્ડરોનું સંમેલન આજથી નવી દિલ્હીમાં મળશે
5) શિક્ષણ-નોકરીમાં 10 ટકા અનામત મામલે EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મોદીની આદિવાસીઓને રીઝવવા નવી ABCD: વલસાડમાં કહ્યું- 'A' ફોર આદિવાસીથી જ મારી શરૂઆત થાય છે', નરેન્દ્ર કરતાં ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ આજે વલસાડ જિલ્લાથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. વલસાડના નાના પોંઢામાં યોજાયેલી ચૂંટણીસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, મારી ABCDની શરૂઆત A ફોર આદિવાસીથી થાય છે. સાથે કહ્યું હતું કે, મારી પાસે ગુજરાત ભાજપ જેટલો સમય માગશે તે આપવા હું તૈયાર છું.
વાંચો સમાચાર વિગતવાર

2) કોંગ્રેસની ચાર્જશીટ પર ચાર્જશીટ...પરિણામ કઈ નહીં: ચૂંટણી ટાણે ફરી કોંગ્રેસે ભાજપ સામે 21 મુદ્દાની 36 પેજની ચાર્જશીટ રજૂ કરી, કૌભાંડના આરોપ લગાવ્યા
કોંગ્રેસે 4 નવેમ્બરે 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આજે વિધાનસભા ચૂંટણીના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે કોંગ્રેસે ભાજપ સરકાર પર 21 મુદ્દાનું તહોમતનામું જાહેર કર્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસના નામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારોની 21 જેટલા મુદ્દાની એક ચાર્જશીટ પ્રજા સમક્ષ રજૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ઈન્દ્રનીલનો વધુ એક બાઉન્સર: 'AAPમાં તો મને પૈસા માટે જ હોદ્દો આપ્યો હતો, એમની અપેક્ષા મુજબ પૈસા ન દીધા એટલે મને સાઈડલાઈન કરવા માંડ્યો'
આમ આદમી પાર્ટીમાં (AAP) સાતેક મહિના સુધી જઈ કોંગ્રેસમાં ઘરવાપસી કરનારા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વધુ એક સ્ફોટક નિવેદન કર્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઈન્દ્રનીલે જણાવ્યું છે કે, AAPમાં મને તો મોટો હોદ્દો આપ્યો હતો એ પૈસા માટે આપ્યો હતો. મેં તેમની અપેક્ષા મુજબ પૈસા ન દીધા એટલે સભાના બેનરમાંથી મારા ફોટા પણ કાઢવા માંડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) મિશન ગુજરાત: BTPએ 9 અનામત બેઠક સહિત 12 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા, મોદી અને અમિત શાહ એક મહિનો ગુજરાતમાં રહેશે તો પણ જીતશે નહીં: જગદીશ ઠાકોર
કોંગ્રેસમાં હાલમાં ઉમેદવારોની જાહેરાતના પગલે વિરોધ શરૂ થઈ ગયો છે. ક્યાંક નારાજગી તો ક્યાંક ખુશી જોવા મળી રહી છે. ત્યારે ભાજપમાં હજી ઉમેદવારોની જાહેરાત થઈ નથી તે છતાંય વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. સુરતમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ શરૂ થયો છે. તો આદીવાસી નેતા છોટુ વસાવાની પાર્ટીએ 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે છોટુ વસાવા પોતે અને તેમનો પુત્ર ક્યાંથી લડશે એ જાહેર કર્યું નથી. હજુ 2 બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા નથી.
વાંચો સમાચાર વિગતવાર

5) ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોચ પર, ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, સૂર્યાએ 61 રન ફટકાર્યા; હવે ગુરુવારે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટક્કર
ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ-2માં ટોચનું સ્થાન મેળવી લીધુ છે. આ સાથે જ હવે ટીમે ગુરુવારે, એટલે કે 10 તારીખે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલ મેચ રમવાની છે. આ મેચ એડિલેડમાં રમાશે. બન્ને સેમિફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ભોપાલમાં ધો.12ના વિદ્યાર્થીને નિર્દયતાથી માર માર્યો, પોતાના બચાવ માટે ચીસો પાડી શકે નહીં તે માટે મોંઢામાં કપડું ભરી દીધુ; VIDEO
મધ્યપ્રદેશના ભોપાલના કોલાર વિસ્તારમાં ધારણ 12ના વિદ્યાર્થીની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. ચારથી પાંચ છોકરાઓના ટોળાએ વાયરના કોરડા અને લાકડીઓ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થી પોતાના બચાવમાં બૂમો પાડી શકે નહીં, તે માટે તેના મોંઢામાં કપડું ભરી દેવામાં આવ્યું હતુ. આ ઘટના 29 ઓગસ્ટની છે. VIDEO સામે આવ્યા બાદ પોલીસે હવે પીડિત વિદ્યાર્થીને શોધીને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) આલિયા ભટ્ટ દીકરીની માતા બની, રણબીર કપૂર 40 વર્ષની ઉંમરે પિતા બન્યો, લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે સવારે સાડા સાત વાગે HN રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. પહેલાં ચર્ચા હતી કે 29 વર્ષીય આલિયા નવેમ્બરના સેકન્ડ અથવા થર્ડ વીકમાં બાળકને જન્મ આપશે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) વિરમગામના મતદારો આકરાં પાણીએ: 'હાર્દિકને ટિકિટ મળે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ', કેજરીવાલનું નામ આવતાં ધોકા લઈને દોડવાની વાત કરી
2) માથું ફૂટતા ચર્ચામાં આવેલા: AAPના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સુરતની કરંજ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે
3) 'સંગીતા પાટીલ હટાવો, લિંબાયત બચાવો': સુરતમાં લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલના વિરુદ્ધમાં બેનર લાગતા રાજકારણ ગરમાયું, આંતરિક વિરોધ બહાર આવ્યો
4) રાજકોટમાં કેજરીવાલનો રોડ-શો: કોઠારિયા ચોકડીથી સોરઠિયાવાડી સર્કલ સુધી રોડ-શો યોજાયો, લોકો ઉમટતા શક્તિ પ્રદર્શનના દૃશ્યો જોવા મળ્યા
5) ટ્વિટરની બ્લુ ટિક સ્કીમ 5 દેશોમાં શરૂ, હવે iOS યુઝર્સે ચૂકવણી કરવી પડશે; ટ્વિટરના કો-ફાઉન્ડરે લોકોની માફી માંગી
6) વર્કપ્લેસ પર યૌનશોષણ, નોકરિયાત મહિલાઓ માટે ગુજરાત, દિલ્હી, પંજાબ સૌથી અસુરક્ષિત
7) PAK સરકાર ઈમરાનથી ડરી, પૂર્વ PMના ભાષણના LIVE ટેલિકાસ્ટ પર પ્રતિબંધ, ખાને સેના-સરકાર પર હુમલો કરવાના આરોપ લગાવ્યા હતા
8) છેલ્લી મેચ પહેલાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું, મોટો અપસેટ; નેધરલેન્ડ્સ સામે સાઉથ આફ્રિકાની હાર, પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ટોપ-4માં પ્રવેશ મેળવ્યો

આજનો ઇતિહાસ
1876- આજના દિવસે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળના ગામ કાંતાલ પાડામાં ‘વંદે માતરમ’ ગીતની રચના કરી હતી.

આજનો સુવિચાર
વિશ્વાસ એવી શક્તિ છે, જે માનવીને જીવિત રાખે છે. વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. –વિલિયમ જેમ્સ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...