રિપોર્ટ:ઇજનેરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો PMમાં ખુલાસો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દરિયાપુરમાં મ્યુનિ.કોર્પો.માં સુપરવાઈઝર ઈજનેર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ યાદવની લાશ બે માસ પહેલા નાનાચિલોડા નજીક અવાવરું જગાએથી મળી આવી હતી.

આ મામલે અશોકભાઈના પરિવારે પોલીસ સમક્ષ એવી કેફિયત રજૂ કરી હતી કે, મરનારે વ્યાજના ચકકરમાં ફસાતા વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. તો બીજી તરફ લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું પણ ચર્ચાયું હતું. આ મામલે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું ખુલ્યું હતું. પરિવારે પણ સત્ય સામે આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસે એક શકમંદ રિક્ષાચાલકની અટકાયત કરી, પુછપરછમાં એવા તથ્યો સામે આવ્યા હતા કે અશોક યાદવની લાશ પડી હતી તે સમયે ત્યાંથી પસાર થતા એક રીક્ષાચાલકે અશોક યાદવને જોતા એવું લાગ્યું કે કોઇ દારૂડિયો દારૂ પીને પડ્યો છે. નિયત બગડતાં ચોરીના ઇરાદે ખિસ્સામાંથી 220 રૂપિયા ચોરી લઇ બેભાન થઇ ગયા છે તેમ સમજી લાશને નાના ચિલોડા નજીક એક અવાવરૂં જગાએ ફેંકીને જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...