મોર્નિંગ ન્યૂઝ બ્રીફગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક:મોરબી દુર્ઘટનામાં PMએ પારદર્શકતાથી તપાસ કરવા આદેશ આપ્યા, AAPના વધુ 22 મુરતિયા જાહેર

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 02 નવેમ્બર, કારતક સુદ નોમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને લઈ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રખાશે
2) ભારત માટે કરો યા મરો સમાન મેચ, બાંગ્લાદેશ સામે આજે એડિલેડમાં મેચ.
3) ગાંધીનગરની રજત જયંતિની ભવ્ય ઉજવણી થશે, વિવિધ કાર્યક્રમો યોજાશે.
4) વલસાડ અને વડનગર વચ્ચે નવી ઇન્ટરસિટી એક્સપ્રેસનો આજથી શુભારંભ થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મોરબી દુર્ઘટનાનો ત્રીજો દિવસ: વડાપ્રધાને મોરબી SP કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી પારદર્શકતાથી તપાસ કરવા આદેશ આપ્યા

મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત 42 કલાકથી સર્ચ-ઓપરેશન કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) PMએ કરોડોના વિકાસ કાર્યોની લ્હાણી કરી: જાંબુઘોડા ખાતે કહ્યું- આદિવાસી પરિવારોએ કલાકોની મહેનત કરી મને પરિવર્તન લાવવા સપોર્ટ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 30 ઓક્ટોબરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે 1 નવેમ્બરે તેમણે પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડાની મુલાકાત લઈ જનસભાને સંબોધન કર્યું હતું. આ આદિવાસી વિસ્તારમાં તેમણે રૂ. 885.42 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) AAPના વધુ 22 મુરતિયા જાહેર: માતરથી મહિપતસિંહ ચૌહાણ અને દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ટિકિટ, ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ આપના 108 નામ જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં એક માત્ર આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ઉમેદવારોનાં નામ જાહેર કરવાની શરૂઆત કરી છે. ત્યારે આજે વધુ 14 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં દહેગામથી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને માતરથી મહિપતસિંહ ચૌહાણનાં નામ જાહેર કરાયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

4) મોરબીના સાચા ગુનેગારોને બચાવી લેવાયા: જેણે પુલનો પોતાની પ્રોપર્ટીની જેમ ઉપયોગ કર્યો તેનું FIRમાં નામ જ નથી; નાનાં પ્યાદાંની ધરપકડ કરી
મોરબીમાં મચ્છુ નદીની ઉપર ઝૂલતો પુલ પડવાની ઘટનામાં મરનારાની સંખ્યા હવે 141ની થઈ ગઈ છે. આમાં પણ 50થી વધુ બાળકો છે. મૃત્યુઆંક વધવાની સંભવાના વચ્ચે આ ઘટનાના જવાબદારોને બચાવવા માટેની રમત પણ શરૂ ગઈ છે. સોમવારે પોલીસે આ કેસમાં જે 9 લોકોની ધરપકડ કરી છે તેમાં ઓરેવાના બે મેનેજર, બે મજદૂર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ્સ અને બે ટિકિટ-ક્લાર્ક સામેલ છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ઠગ ચંદ્રશેખરનો દાવો- સત્યેન્દ્ર જૈનને 10 કરોડ આપ્યા, કહ્યું- આ રૂપિયા મંત્રીને સુરક્ષા માટે આપ્યા હતા; AAPને પણ 50 કરોડ આપ્યા
મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ કોનમેન સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે આપ્યા હોવાનો દાવો કર્યો હતો. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) દિલ્હીની ફૂટવેર ફેક્ટરીમાં આગ, 2ના મોત, ત્રીજા માળે બ્લાસ્ટ થતાં 100 લોકો ફસાયા, 20 કામદારોનું રેસ્કયૂ કરાયું
દિલ્હીના નરેલામાં એક ફૂટવેર ફેક્ટરીમાં મંગળવારે સવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. સવારે 8:30 કલાકે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અકસ્માત સમયે કારખાનામાં 100 કામદારો કામ કરી રહ્યા હતા. 20નો બચાવ થયો હતો. જેમાંથી 18 દાઝી ગયા હતા અને 2ના મોત થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

7) ચીનમાં સરકારના વિરોધમાં ગૂંજ્યું બપ્પીનું ગીત, લોકડાઉન અને ભૂખથી પરેશાન લોકોએ ગાયું જિ મી-જિ મી, મતલબ-મને ભાત આપો
ચીનમાં આ દિવસોમાં વધતા કોરોનાને લીધે લોકડાઉન લગાવી દીધું છે. લોકો ખાવા માટે ટટળી રહ્યા છે. આને લઇને લોકો અલગ અલગ અંદાજમાં સરકારનો વિરોધ કરી રહ્યા છે. અહીં ભારતીય હિંદી સિંગર બપ્પી લહેરીનું 1982નું 'જિમી-જિમી આજા આજા' ગીત ખૂબ ચાલી રહ્યું છે. પરંતુ આમાં ખાસ વાત એ છે કે આ ગીતને હિંદીમાં નહીં બલકે મૌંડારિન ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, જે ચીનમાં 'જિ મી, જિ મી' (Jie mi, Jie mi) વાઇરલ થઇ રહ્યું છે. એનો મતલબ છે- મને ભાત આપો, મને ભાત આપો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઝૂલતો પૂલ દુર્ઘટના: મોરબી પાલિકાના અધિકારીઓ અને કંપનીના જવાબદાર લોકો સામે FIR દાખલ કરવા વડોદરાના વકીલે હાઇકોર્ટમાં અરજી કરી
2) શહેર પોલીસની શરમજનક સ્થિતિ: રાણીપ-બાપુનગર બાદ શાહીબાગમાં મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો, વિજિલન્સની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ
3) યુવક બચાવમાં આવ્યો ને ગેંગ રેપ ન થયો:પીડિતાએ કહી દર્દભરી આપવીતી- જમીને વોકિંગ કરવા નીકળીને છરો બતાવી 3 છોકરા મને ઘસડી ગયા, એકે ખરાબ કૃત્યુ કર્યુ
4) 3 એકરમાં ફેલાયેલું દેશનું સૌથી મોટું મેઝ ગાર્ડન: હકારાત્મક ઉર્જા લાવતા ‘શ્રીયંત્ર’ના આકારમાં રચવામાં આવી છે 'ભુલભુલૈયા'; ફક્ત 8 મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કરાયું
5) પુલવામા હુમલાની ઉજવણી કરનારને જેલ, બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ફટકારી સજા, કહ્યું- આરોપી અભણ નથી
6) ભારત-ફ્રાન્સનો જોધપુરમાં યુદ્ધાભ્યાસ શરૂ, પ્રેક્ટિસમાં 400kmphની ઝડપે ઊડતા રાફેલમાં અન્ય વિમાન દ્વારા ફ્યુલ ભર્યું; 12 નવેમ્બર સુધી ચાલશે યુદ્ધાભ્યાસ
7) ગુજરાતની ચૂંટણી પહેલાં કેન્દ્રનો મોટો દાવ, આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે
8) ચીનની iPhone ફેક્ટરીમાં લોકડાઉન, સેંકડો કર્મચારીઓ પ્લાન્ટમાં બંધ, હવે જાળી કૂદીને પોતાના ઘરે ભાગવા લાગ્યા
9) RBI શરૂ કરશે ડિજિટલ કરન્સી, હવે રોકડ સાથે રાખવાની જરૂર નહીં પડે, 9 બેન્કની સાથે કરશે શરૂઆત

આજનો ઇતિહાસ
1912- આજના દિવસે બલ્ગેરિયાએ લુલે બર્ગાસના યુદ્ધમાં ઓટ્ટોમન સામ્રાજ્યને હરાવ્યું હતું, જે પ્રથમ બાલ્કન યુદ્ધની સૌથી લોહિયાળ લડાઈ હતી, આ પછી કોન્સ્ટેન્ટિનોપલ તરફ તેનો માર્ગ ખુલ્યો હતો.

આજનો સુવિચાર
માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, પણ તેમાં છે કે તે શું બની શકે તેમ છે. –ડૉ. રાઘાકૃષ્ણન

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...