તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્પીચમાં મોટીવેશન, વિઝન, એકશનનું પ્રતિબિંબ જોવા મળે છે. “આત્મનિર્ભર ભારત”નો નવો વિચાર-સંકલ્પ દેશવાસી સમક્ષ મૂક્યો છે. આમાં પાંચ બાબતને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ. ડિમાન્ડ વધારવાં અને તેને પૂરી કરવાં પર ભાર મૂક્યો છે. આ સાથે સપ્લાય ચેઈન વધુ મજબૂત, આધુનિક બનાવવાનું કહ્યું છે. દરેક ક્ષેત્ર, દરેક વર્ગ માટે 20 લાખ કરોડના ઐતિહાસિક પેકેજની જાહેરાત કરીને દેશવાસીઓને આત્મબળ, આત્મવિશ્વાસથી આત્મનિર્ભર ભારત માટે આગળ વધવાના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ કરી છે. આ ભવ્ય પેકેજને ભાજપ આવકારે છે અને તેમનો દેશવાસીઓની સંવેદનાસભર સહાય કરવાં બદલ હ્રદયપૂર્વક આભાર પણ માન્યો છે.
સ્વદેશી પ્રોડક્ટ વાપરવાની અપીલ કરી
ભારતીય વિચાર અને જીવન શૈલીને વિશ્વ જોવા માગે છે, અપનાવવા માગે છે. આ તકને ભારતવાસીઓએ ઝીલી લેવા માટે વડાપ્રધાને કહ્યું છે. લોકલ માટે વોકલ બનીએ. એટલે કે લોકલ પ્રોડક્ટ-સ્વદેશી માટે વધુ પ્રચાર-પ્રસાર કરીએ. છેલ્લે આગામી સમયમાં લોકડાઉન-4નો આપવાની જાહેરાતમાં નિયમ અનુસાર પાલન કરીને કોરોના સાથે જીવન જીવતાં શીખીએ. તેનો વિચાર-સંકલ્પ-સંદેશ-નિર્દેશ કર્યો છે. તેમ ભરત પંડયાએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.