તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AMCના ભાજપના ઉમેદવારો જાહેર:PM મોદીની ભત્રીજી અને પૂર્વ મેયરના દીકરાને ટિકિટ ન મળી, ભાજપે નિયમોનો ઉલાળ્યો કરી પૂર્વ મેયરના ભત્રીજા અને કોર્પોરેટરના દીકરાને ટિકિટ આપી

અમદાવાદ25 દિવસ પહેલા
ડાબેથી પૂર્વ મેયર અમિત શાહ અને પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ફાઈલ તસવીર.
 • ભાજપે ડોક્ટર, સીએ અને શાકની લારીવાળીને ટિકિટ આપી, ધારાસભ્ય થવાણીનો ભાઈ કપાયો
 • અમિત શાહના ખાસ મનાતા હિતેશ બારોટને થલતેજમાંથી ટિકિટ મળી
 • વાસણામાં મહેશ સોલંકીને ટિકિટ ન મળતાં સ્થાનિકો દ્વારા વિરોધપ્રદર્શન
 • કુલ 18 મહિલા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યાં
 • વર્તમાન કોર્પોરેટર અતુલ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી
 • પૂર્વ મેયર અને પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ આપી

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ બાદ ભાજપે પણ 6 મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કર્યા છે. ભાજપે રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર બાદ અમદાવાદના 48 વોર્ડ માટેના 192 ઉમેદવારો જાહેર કર્યાં છે. જો કે રામોલ- હાથીજણ વોર્ડમાં સી.આર.પાટીલે પોતે જ બનાવેલા નિયમ એવા સગા સંબંધીઓને ટિકિટ નહીં આપવાનો ઉલાળ્યો કરી વર્તમાન કોર્પોરેટર અતુલ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 16માં( શાહીબાગ) ઉમેદવાર જશુભાઈ ઠાકોર પૂર્વ મેયર અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય કાનાજી ઠાકોરના ભત્રીજા છે. જેને કારણે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, નિયમો સામે પણ સવાલ ઉભા થાય તેવી શક્યતા છે.

પીએમ મોદીની ભત્રીજી અને પૂર્વ મેયરના દીકરાને ટિકિટ ન મળી
પૂર્વ મેયર અમિત શાહના પુત્ર અને ખાડિયાના પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ આપવામાં આવી નથી. બંનેએ ટિકિટ માગી હતી. જ્યારે વડાપ્રધાન મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ટિકિટ માગી હતી છતાં ટિકિટ આપવામાં આવી નથી. તો બીજી તરફ ગત ટર્મના કોર્પોરેટર અતુલ પટેલના પુત્રને તેમજ પૂર્વ મેયર કાનાજી ઠાકોરના ભત્રીજાને ટિકિટ અપાઈ છે. તેમજ અમિત શાહના ખાસ મનાતા હિતેશ બારોટ ને થલતેજ માંથી ટીકીટ મળી છે.

18 મહિલા સહિત 36 જેટલા ઉમેદવારો રિપીટ, પાલડી-થલતેજમાં આખી પેનલ નવી
અમદાવાદમાં ભાજપે 36 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેમાં મોટાભાગની મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. કુલ 18 મહિલા ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે થલતેજ, પાલડીમાં આખે આખી પેનલના તમામ ઉમેદવાર નવા છે.

પાલડી વોર્ડના જૈનિક વકીલને ટિકિટ આપવામાં આવી છે. તેઓ પૂર્વ કોર્પોરેટર જૈનિક વકીલ એવા હાલમાં સ્કૂલ ફિ નિયમન સમિતિ અમદાવાદ ઝોન અને એફઆરસી ટેકનિકલ કમિટીના સભ્ય છે.

વાસણામાં વિરોધપ્રદર્શન થયું
ઉમેદવારો જાહેર થતા જ વાસણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરોધપ્રદર્શન શરૂ થયું છે. મહેશ સોલંકીને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મહેશ સોલંકીને બદલે હિમાંશુ વાળાને ટીકીટ આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય કિશોર ચૌહાણને ત્યાં વિરોધ કરવા પહોંચેલા કાર્યકરો
ધારાસભ્ય કિશોર ચૌહાણને ત્યાં વિરોધ કરવા પહોંચેલા કાર્યકરો

ટિકિટ ન મળતાં કાર્યકરોમાં ભારે રોષ
ટિકિટ ન મળતાં ગોમતીપુરના મુસ્લિમ કાર્યકર ફારૂક સૈયદ ભાજપ કાર્યાલય રજૂઆત કરવા આવ્યા હતા. ગોમતીપુરમાં એકપણ મુસ્લિમ કાર્યકરને ટિકિટ ન આપતા નારાજગી જોવા મળી હતી. ગોમતીપુરમાં મુસ્લિમ વસ્તી વધુ હોવા છતાં કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી. સરખેજ વોર્ડમાં સરખેજના જ કોઈ ઉમેદવારને ટિકિટ ન આપવામાં આવતા વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને ત્યાં લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. મીનાબેન ચૌહાણને ટિકિટ ન મળતા ચાંદખેડાના કાર્યકરો ખાનપુર સ્થિત અમદાવાદ ભાજપ કાર્યાલયે વિરોધ કરવા પહોંચ્યા હતા.

નેતા કે પદાધિકારીઓના સગાને ટિકિટ આપવામાં આવી નથીઃ આઈ.કે.જાડેજા
ઉમેદવારો જાહેર કર્યા બાદ અમદાવાદ શહેર પ્રભારી આઈ. કે .જાડેજાએ જણાવ્યું કે પાર્ટીએ ઉમેદવારની યોગ્યતાને આધારે નિર્ણય લીધો છે,આમાં કોઈ નેતા કે
પદાધિકારીઓના સગાને ટિકિટ આપવામાં આવી નથી. અમારી પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. લોકો ખોટા આક્ષેપ કરીને અમને બદનામ કરી રહ્યા છે તમામ કાર્યકર
આ ઉમેદવારોની પસંદગીથી ખુશ છે, અને પાર્ટીમાં કોઈની નારાજગી નથી.

જામનગરમાં ચાર પૂર્વ કોર્પોરેટરના પરિવારજનને ટિકિટ અપાઈ
જામનગરમાં અસંતોષ ડામવા માટે કેટલાક સભ્યોના પરિવારજનને ટિકિટ આપવામાં આવી છે. જેમાં મેયર હસમુખ જેઠવાના પુત્ર પાર્થ જેઠવાને વોર્ડ નં. 10માં ટિકિટ અપાઈ છે. વોર્ડ નં. 8માં યોગેશ કણઝારીયાના પત્ની સોનલ કણઝારીયાને, વોર્ડ નં. 11માં જશરાજ પરમારના પુત્ર તપન પરમારને અને વોર્ડ નં. 10માં નટુ રાઠોડના પત્ની આશા રાઠોડને ટિકિટ આપવામાં આવી છે.

બે દિવસ પહેલા જ પાટીલે કહ્યું હતું કે આગેવાનોના સગા-સંબંધીઓને ટિકિટ નહીં મળે
1થી 3 ફેબ્રુઆરી દરમિયાન 6 મહાનગર પાલિકાના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત ભાજપની ત્રણ દિવસની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આગેવાનોના સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

કયા વોર્ડમાં કોણ રીપિટ

વોર્ડ-1પારુલબેન પટેલ
વોર્ડ-2રાજેશ્વરી પંચાલ
વોર્ડ-3અરુણસિંહ રાજપૂત
વોર્ડ- 4ચેતન પટેલ
વોર્ડ- 5ગીતાબેન પટેલ,દશરથ પટેલ
વોર્ડ-6ભાવનાબેન વાઘેલા
વોર્ડ-7ભાવના પટેલ,જતીન પટેલ
વોર્ડ-9ગીતા પટેલ, જયેશ પટેલ
વોર્ડ-10પ્રદીપ દવે, મુકેશ મિસ્ત્રી
વોર્ડ-11કંચન પંજવાણી
વોર્ડ- 12અલકાબેન મિસ્ત્રી
વોર્ડ-16પ્રતિભા જૈન
વોર્ડ-17

રેખા ચૌહાણ, જગદીશ દાંતનિયા

વોર્ડ-18વંદના શાહ
વોર્ડ-19આખી પેનલ રિપીટ
વોર્ડ-23

દીક્ષિત પટેલ

વોર્ડ-24બળદેવ પટેલ
વોર્ડ- 26

અશ્વિન પેથાણી

વોર્ડ-31સ્નેહલબા પરમાર
વોર્ડ- 32દિલીપ બગડિયા, રાજુ ઠાકોર
વોર્ડ-37શીતલ ડાગા
વોર્ડ- 41ગીતાબેન પ્રજાપતિ, પરેશ પટેલ, અનિરુદ્ધસિંહ ઝાલા
વોર્ડ- 42શિલ્પા પટેલ
વોર્ડ- 45ગૌતમ પટેલ
વોર્ડ- 46જલ્પા પંડ્યા

અમદાવાદ મનપના ભાજપના તમામ ઉમેદવારોની યાદી

નોંધ: રીપિટ ઉમેદવારને (R) થી દર્શાવાયા છે.

ગોતા વોર્ડ નં.1
માત્ર એકને બાદ કરતાં ત્રણ નવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા
1) આરતીબેન કમલેશ ચાવડા
2) પારૂલબેન અરવિંદ પટેલ (R)
3) અજય શંભુભાઈ દેસાઈ
4) કેતન બાબુલાલ પટેલ
પશ્ચિમના ગઢસમા આ વોર્ડમાં 2015ના માત્ર એક ઉમેદવારને રીપિટ કરાયા છે.

ચાંદલોડિયા વોર્ડ નં.2
અહીં 50ટકા ઉમેદવારને બદલી નાખવામાં આવ્યા છે
1) રાજેશ્વરીબેન આર. પંચાલ (R)
2) રાજેશ્રીબેન બી. પટેલ
3) હીરાભાઈ વી. પરમાર
4) ભરત કે. પટેલ (R)
2015ના બેને રીપિટ કરી અન્ય બે ઉમેદવાર નવા પસંદ થયા છે.

ચાંદખેડા વોર્ડ નં.3
માત્ર એક ઉમેદવાર પોતાની ટિકિટ બચાવવામાં સફળ રહ્યા
1) પ્રતિમા બી. સક્સેના
2) ભાવિતાબેન સી. પટેલ
3) રાકેશકુમાર આર. બ્રહ્મભટ્ટ
4) અરૂણસિંહ આર. રાજપૂત (R)
અરૂણસિંહ રાજપૂતને બાદ કરતાં બાકીના ત્રણેય ઉમેદવાર નવા પસંદ કરાયા છે

સાબરમતી વોર્ડ નં.4
ત્રણ નવા ચહેરા પસંદ કરી બેલેન્સ જાળવવાનો પ્રયાસ
1) હિરલબેન બી. ભાવસાર
2) અંજુબેન સી. શાહ
3) રમેશ જી. રાણા
4) ચેતન સી. પટેલ (R)
ગત વર્ષના ચારમાંથી માત્ર એકને રીપિટ કરી ત્રણ નવા ચહેરાને તક અપાઇ છે.

રાણીપ વોર્ડ નં.5
જ્ઞાતિના સમીકરણ મુજબ 50 ટકા પાટીદારની પસંદગી કરાઇ
1) ભાવિ પી. પંચાલ
2) ગીતાબેન કે. પટેલ
3) દશરથ પટેલ (R)
4) વિરલ બી. વ્યાસ
પાટીદારોની વસતીનું પ્રભુત્ત્વ જોતા ચારમાંથી બે પટેલ ઉમેદવાર પસંદ થયા

નવા વાડજ વોર્ડ નં.6
એક મહિલા ઉમેદવારને બાદ કરતાં ત્રણેય ઉમેદવાર બદલાયા
1) લલીતાબેન એચ. મકાવાણા
2) ભાવનાબેન એચ. વાઘેલા (R)
3) યોગેશકુમાર પટેલ
4) બળદેવભાઈ દેસાઈ
પક્ષના માપદંડને ધ્યાનમાં રાખી એક મહિલા ઉમેદવાર સિવાય ત્રણ નવા છે.

ઘાટલોડિયા વોર્ડ નં.7
ચારમાંથી ત્રણ પાટીદાર ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવી
1) ભાવનાબેન પી. પટેલ (R)
2) મીનાક્ષી એચ. નાયક
3) મનોજભાઈ આર. પટેલ
4) જતીન ઝેડ. પટેલ (R)
વોર્ડમાં પાટીદારોનું પ્રભુત્ત્વ જોતા ચારમાંથી ત્રણ ઉમેદવાર પટેલ જ્ઞાતિના પસંદ થયા છે.

થલતેજ વોર્ડ નં.8
ચારેચાર ઉમેદવાર બદલી નાખવાનો પ્રયોગ કરાયો
1) ઋષિના એમ. પટેલ
2) નિરુબેન ડી. ડાભી
3) સમીરભાઈ એસ. પટેલ
4) હિતેશભાઈ કે. બારોટ
2015માં જેને ટિકિટ મળી હતી તે ચારેય ઉમેદવાર આ વખતે કપાઇ ગયા છે.

નારણપુરા વોર્ડ નં.9
પૂર્વ મેયર ગૌતમ શાહની ટિકિટ કપાઇ, બે ઉમેદવાર રીપિટ થયા
1) બિન્દાબેન એન. સુરતી
2) ગીતાબેન જી. પટેલ (R)
3) જયેશભાઈ પી. પટેલ (R)
4) દર્શનભાઈ જે. શાહ
મ્યુનિ.ના પૂર્વ મેયર ગૌતમ શાહને આ વખતે ટિકિટ ન મળી. બે રીપિટ કરાયા.

સ્ટેડિયમ વોર્ડ નં.10
પૂર્વ ડેપ્યુટી મેયર કપાયા પણ બે ટિકિટ બચાવવામાં સફળ રહ્યા
1) રશ્મિબેન આર. ભટ્ટ
2) દિપલબેન એચ. પટેલ
3) મુકેશભાઈ મિસ્ત્રી (R)
4) પ્રદિપભાઈ ડી. દવે. (R)
વય-ટર્મની નવી શરતથી પૂર્વ. ડેપ્યુટી મેયર પ્રમોદા સુતરિયાને ટિકિટ ન મળી.

સરદારનગર વોર્ડ નં.11
સિનિયર કોર્પોરેટર અને પૂર્વ નેતા બિપિન સિક્કાને ઉમેદવારી નહીં
1) મિતલબેન એન. મકવાણા
2) કંચનબેન પંજવાણી (R)
3) સુરેશભાઈ દાનાણી
4) લાલચંદ સી. પંજવાણી
સિનિયર કોર્પોરેટર બિપિન સિક્કાની ટિકિટ કપાઇ છે. જ્યારે માત્ર એક રીપિટ છે.

નરોડા વોર્ડ નં.12
ટિકિટ માટે વિવાદ ઊભો કરનારા ગિરિશ પ્રજાપતિ કપાઇ ગયા
1) અલકાબેન પી. મિસ્ત્રી (R)
2) વૈશાલીબેન વાય. જોષી
3) રાજેન્દ્ર જે. સોલંકી
4) વિપુલ પટેલ (સોમાભાઈ)
ટિકિટ માટે દાવેદારી કરી વિવાદ સર્જનારા ગિરિશ પ્રજાપતિને પસંદ કરાયા નથી.

સૈજપુર વોર્ડ નં.13
ડેપ્યુટી મેયર કપાયા, એક પણ ઉમેદવાર રીપિટ ન કરાયો
1) રેશમાબેન એમ. કુકરાણી
2) વિનોદકુમાર એસ. ચૌધરી
3) મહાદેવ વી. દેસાઈ
4) હસમુખ એલ. પટેલ
ટર્મની મર્યાદાને કારણે ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને ટિકિટ અપાઇ નથી.

કુબેરનગર વોર્ડ નં.14
2015ના વિજેતાઓને વિદાય, ચારેય નવા ચહેરા પસંદ થયા
1) મનીષાબેન એસ. વાઘેલા
2) ગીતાબા વી. ચાવડા
3) પવન યુ. શર્મા
4) રાજેશ વી. રવતાણી
આ વખતે એક પણ ઉમેદવાર રીપિટ થયો નથી, ચારેય નવા ચહેરાને ટિકિટ અપાઈ.

અસારવા વોર્ડ નં.15
એક પણ રીપિટ નહીં, સિનિયર કોર્પોરેટર બિપિન પટેલ કપાયા
1) અનસુયાબેન આર. પટેલ
2) મેનાબેન બી. પટણી
3) ઓમપ્રકાશ પ્રજાપતિ
4) દિશાંત ઠાકોર
સતત જીતતા આવતા કોર્પોરેટર બિપિન પટેલને આ વખતે ટિકિટ મળી નથી.

શાહીબાગ વોર્ડ નં.16
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલ કપાયા, માત્ર એક ઉમેદવાર રીપિટ
1) પ્રતિભાબેન આર. જૈન (R)
2) જાસ્મીનબેન એસ. ભાવસાર
3) ભરતભાઈ આર. પટેલ
4) જસુભાઈ એમ. ઠાકોર
સ્ટેન્ડિંગના પૂર્વ ચેરમેન પ્રવિણ પટેલને વય-ટર્મ મર્યાદાને કારણે ટિકિટ મળી નથી.

શાહપુર વોર્ડ નં.17
2015ના મુસ્લિમ ઉમેદવારને આ વખતે ટિકિટ આપવામાં ન આવી
1) રેખાબેન બી. ચૌહાણ (R)
2) આરતીબેન જી. પંચાલ
3) પ્રતાપભાઈ આગજા
4) જગદીશ દાતણિયા (R)
2015માં ભાજપે લઘુમતીની વસતી ધ્યાને રાખી એક મુસ્લિમને ટિકિટ આપી હતી

નવરંગપુરા વોર્ડ નં.18
એક મહિલા ઉમેદવારને બાદ કરતાં અન્ય ત્રણ બદલાયા
1) આશાબેન એચ. બ્રહ્મભટ્ટ
2) વંદના આર. શાહ (R)
3) હેમંત ટી. પરમાર
4) નિરવ જે. કવિ
2015માં પસંદ થયેલા ચારમાંથી ત્રણ ઉમેદવારને આ વખતે ટિકિટ મળી નથી.

બોડકદેવ વોર્ડ નં.19
એક માત્ર એવો વોર્ડ જ્યાં ચારેય ઉમેદવાર રીપિટ કરવામાં આવ્યા
1) દિપ્તીબેન જે. અમરકોટિયા (R)
2) વાસંતીબેન એન. પટેલ (R)
3) દેવાંગ જે. દાણી (R)
4) કાંતિભાઈ એ. પટેલ (R)
48માંથી આ એક માત્ર એવો વોર્ડ છે જ્યાં ચારે ચાર ઉમેદવારને રીપિટ કરાયા છે.

જોધપુર વોર્ડ નં.20
પૂર્વ મેયર, વોટર કમિટીના ચેરમેનને પણ ટિકિટ નહીં
1) ભારતીબેન એચ. ગોહિલ
2) પ્રવિણાબેન પટેલ
3) અરવિંદભાઈ પરમાર
4) આશિષ એ. પટેલ
પૂર્વ મેયર મીનાક્ષી પટેલ અને વોટર કમિટી ચેરમેન રશ્મિકાંત શાહ આ વખતે કપાયા.

દરિયાપુર વોર્ડ નં.21
શહેર મહામંત્રીને પણ આ વખતે રીપિટ કરવામાં ન આવ્યા
1) વિભૂતિ એમ. પરમાર
2) નૈનાબેન આર. ગોહિલ
3) ભરતભાઈ ભાવસાર
4) જયરામ દેસાઈ
શહેર મહામંત્રી કૌશિક જૈન રીપિટ કરાયા નથી. ચારેય ઉમેદવાર નવા પસંદ થયા છે.

ઇન્ડિયા કોલોની વોર્ડ નં.22
ચારેય ઉમેદવાર બદલી નાખી નવા ચહેરા પસંદ કરવામાં આવ્યા
1) હિરલબેન પી. બારોટ
2) નીતાબેન એસ. પરમાર
3) ભરતભાઈ કાકડિયા
4) ભાવિક કે. પટેલ
અહીં ચારેય ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે અને નવાને ટિકિટ અપાઇ છે.

ઠક્કરબાપાનગર વોર્ડ નં.23
ત્રણ નવા ચહેરાની પસંદગી, માત્ર એક ઉમેદવાર ટિકિટ બચાવી શક્યા
1) હર્ષાબેન ગુર્જર
2) કંચનબેન વી. રાદડિયા
3) કિરિટકુમાર પરમાર
4) દિક્ષિત આર. પટેલ (R)
દિક્ષીત પટેલ પોતાની ટિકિટ બચાવી શક્યા છે. જ્યારે બાકીના ત્રણ નવા છે.

નિકોલ વોર્ડ નં.24
રેવન્યુ કમિટી ચેરમેન પણ કપાયા, ત્રણ નવા ઉમેદવારની પસંદગી
1) ઉષાબેન એમ. રોહિત
2) વિલાસબેન બી. દેસાઈ
3) દિપક જી. પંચાલ
4) બળદેવભાઈ પટેલ (R)
રેવન્યુ કમિટીના ચેરમેન ગૌતમ કથિરીયાને આ વખતે ટિકિટ મળી નથી.

વિરાટનગર વોર્ડ નં.25
એક ડોકટરને ટિકિટ, પરંતુ એક સિનિયર કોર્પોરેટરનું પત્તું કપાયું
1) બકુલાબેન એમ. એન્જિનિયર
2) સંગીતાબેન કોરાટ
3) ડો. રણજિતસિંહ વાંક
4) મુકેશભાઈ આર. પટેલ
સિનિયર કોર્પોરેટર મહેશ કશવાલાને ટિકિટ મળી નથી. ચારમાંથી એક ડોકટર.

બાપુનગર વોર્ડ નં.26
હરીફાઇને ધ્યાનમાં રાખી ત્રણ ઉમેદવાર નવા પસંદ કરાયા છે
1) સરોજબેન એસ. સોલંકી
2) જયશ્રીબેન ડી. દાસરી
3) અશ્વિનભાઈ બી. પેથાણી (R)
4) પ્રકાશ ગુર્જર
કોંગ્રેસ તરફથી સીધી સ્પર્ધાને ધ્યાને રાખી ત્રણ ઉમેદવાર નવા પસંદ કરવામાં આવ્યા છે.

સરસપુર વોર્ડ નં.27
એક જ જૂના જોગી પર દારોમદાર, બાકીના ત્રણ બદલવામાં આવ્યા
1) મંજુલાબેન આર. ઠાકોર
2) ભારતીબેન એમ. વાણી
3) ભાસ્કરભાઈ ભટ્ટ (R)
4) દિનેશ આર. કુશવાહ
ચારમાંથી જૂના જોગી ભાસ્કર ભટ્ટને રીપિટ કરી બાકીનાને બદલાયા છે.

ખાડિયા વોર્ડ નં.28
સતત 25 વર્ષથી ચૂંટાતા કોર્પોરેટર કપાયા, આખી પેનલ નવી
1) નિકીબેન એસ. મોદી
2) ગીતાબેન એન. પરમાર
3) પંકજ બી. ભટ્ટ
4) ઉમંગ નાયક
વય-ટર્મના નવા માપદંડથી 25 વર્ષથી જીતતા કોર્પોરેટર આ વખતે કપાઇ ગયા.

જમાલપુર વોર્ડ નં.29
મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન અપાઇ, એક મહિલા રીપિટ
1) પુષ્પાબેન પી. સુમરા (R)
2) મનીષાબેન એમ. પરમાર
3) જિતેન્દ્ર આર. મકવાણા
4) પંકજભાઈ ચૌહાણ
2015માં મુસ્લિમ ઉમેદવાર શેખ અબ્દુલ રઉફને ટિકિટ હતી પણ આ વખતે ન મળી.

પાલડી વોર્ડ નં.30
મેયર બિજલ પટેલને ટિકિટ નહીં એક પણ ઉમેદવાર રીપિટ ન થયો
1) ચેતનાબેન પી. પટેલ
2) પૂજાબેન દવે
3) પ્રિતિશભાઈ વી. મહેતા
4) જૈનિકભાઈ વકીલ
ત્રણથી વધુ ટર્મથી જીત્યા હોવાને લીધે મેયર બિજલ પટેલને ટિકિટ મળી નથી.

વાસણા વોર્ડ નં.31
મ્યુનિ. ભાજપના નેતા કપાયા, પુત્રને પણ ટિકિટ ના મળી
1) સોનલબેન ઠાકોર
2) સ્નેહલબા પરમાર
3) હિમાંશુ કે. વાળા
4) મેહુલ સી. શાહ
મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહ કપાયા છે. તેમજ પુત્રને પણ ટિકિટ ન મળી.

વેજલપુર વોર્ડ નં.32
બે સિનિયર કોર્પોરેટરને ફરીથી તક અપાઇ, અન્ય બે બદલાયા
1) કલ્પનાબેન એચ. ચાવડા
2) પારૂલબેન દવે
3) દિલીપ બગડિયા (R)
4) રાજેશ ઠાકોર (મુખી) (R)
અહીં બે સિનિયર કોર્પોરેટરને ફરીથી ટિકિટ અપાઇ છે. જ્યારે બે બદલાયા છે.

સરખેજ વોર્ડ નં.33
ત્રણ નવા ચહેરામાં વિશ્વાસ મૂકાયો, માત્ર એક રીપિટ થયા
1) અલકાબેન જે. શાહ
2) જયાબેન એલ. દેસાઈ
3) જયેશ એમ. ત્રિવેદી (R)
4) સુરેન્દ્ર બી. ખાચર
અહીં એક ઉમેદવાર રીપિટ થયો છે. જ્યારે ત્રણ નવા ચહેરામાં વિશ્વાસ મૂકાયો છે.

મક્તમપુરા વોર્ડ નં.34
બે મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કપાઇ, એકને રીપિટ કરાયા
1) જિજ્ઞાબેન એચ. આહિર
2) હર્ષાબેન એચ. મકવાણા
3) દિગ્વિજયસિંહ ચુડાસમા
4) અભય વ્યાસ (R)
2015માં યાસ્મિન અને મુસ્તુફા વોરા નામના બે મુસ્લિમને ટિકિટ અપાઇ હતી.

બહેરામપુરા વોર્ડ નં.35
ચારેય ઉમેદવાર નવા પસંદ થયા, મુસ્લિમ મહિલાને ટિકિટ ન મળી
1) નીતાબેન બી. મકવાણા
2) કવિતાબેન એન. શાહ
3) કમલેશભાઈ સી. પરમાર
4) ભરતભાઈ એમ. સરગરા
2015મા સોફિયા શેખને ટિકિટ મળી હતી. જો કે, આ વખતે ચારેય ઉમેદવાર નવા છે.

દાણીલીમડા વોર્ડ નં.36
ઝીરો રીપિટ થિયરી અપનાવાઇ, ચારેય નવા ચહેરાની પસંદગી
1) હંસાબેન ટી. ડાભી
2) ગીતાંજલિબેન એન. ગુપ્તા
3) રમેશભાઈ સી. જાદવ
4) ભરત બી. પરમાર
અહીં 2015ના ચારેય ઉમેદવારને બદલીને નવા ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે.

મણિનગર વોર્ડ નં.37
વય મર્યાદાને કારણે સ્ટેન્ડિંગ ચેરમેનને ટિકિટ ન અપાઇ
1) શિતલબેન એ. ડાગા (R)
2) ઇલાક્ષીબેન એસ. શાહ
3) ડૉ.ચંદ્રકાંત એચ. ચૌહાણ
4) કરણ ભટ્ટ
વય મર્યાદાને કારણે સ્ટેન્ડિંગ ચેરમેન અમૂલ ભટ્ટને આ વખતે ટિકિટ ન મળી

ગોમતીપુર વોર્ડ નં.38
2015માં એક પણ બેઠક ન મળતાં આ વખતે નવા ચહેરા
1) પુષ્પાબેન એન. રાઠોડ
2) ગીતાબેન બી. ઉજ્જૈનિ
3) નીલય ડી. શુક્લા
4) અશોકભાઈ એમ. સામેત્રિયા
2015માં અહીં ચારેય બેઠક પર કોંગ્રેસ જીતી હોવાથી આ વખતે નવા ચહેરા.

અમરાઇવાડી વોર્ડ નં.39
રાઇડકાંડમાં ચર્ચામાં આવેલાની પસંદગી કરાતા સૌને આશ્ચર્ય
1) પ્રતિભાબેન દુબે
2) જશીબેન બી. પરમાર
3) ઓમપ્રકાશ એમ. બાગડી
4) મહેન્દ્રભાઈ પટેલ
રાઇડકાંડમાં ચર્ચામાં આવેલા મહેન્દ્ર પટેલની પસંદગી થતાં આશ્ચર્ય થયું છે.

ઓઢવ વોર્ડ નં.40
વય મર્યાદાનો માપદંડ ન હોવા છતાં આખી પેનલ બદલાઇ
1) નીતાબેન દેસાઈ
2) મીનુબેન આર. ઠાકુર
3) દિલીપભાઈ પટેલ
4) રાજુભાઈ દવે
વય મર્યાદાનો માપદંડ નડતો ન હોવા છતાં ચારેય ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા.

વસ્ત્રાલ વોર્ડ નં.41
એક સિનિયર કોર્પોરેટર કપાયા, ત્રણ ટિકિટ બચાવવામાં સફળ
1) ગીતાબેન વી. પ્રજાપતિ (R)
2) ચંદ્રિકાબેન એમ. પટેલ
3) પરેશભાઈ એચ. પટેલ (R)
4) અનિરુદ્ધસિંહ ઝાલા (R)
નવા માપદંડને લીધે સિનિયર કોર્પોરેટર મધુ પટેલને આ વખતે ટિકિટ મળી નથી.

ઇન્દ્રપુરી વોર્ડ નં.42
એક મહિલા ઉમેદવાર રીપિટ, ત્રણ ઉમેદવાર નવા પસંદ કરાયા
1) અલ્કાબેન પી. પંચાલ
2) શિલ્પાબેન એચ. પટેલ (R)
3) કૌશિકભાઈ એન. પટેલ
4) ચંદ્રકાંત પ્રજાપતિ
2015માં જીતેલામાંથી શિલ્પા પટેલને રીપિટ કરાયા છે જ્યારે બાકી 3 બદલાાયા.

ભાઇપુરા વોર્ડ નં.43
વય મર્યાદા અને કોરોનાથી મૃત્યુને લીધે નવા ઉમેદવાર
1) મીરાબેન આર. રાજપૂત
2) વસંતીબેન પટેલ
3) ગૌરાંગ ડી. પ્રજાપતિ
4) કમલેશભાઈ પટેલ
વય મર્યાદા તેમ જ એકનું કોરોનાથી મૃત્યુ થયું હોવાથી ચારેય નવા ઉમેદવાર આવ્યા.

ખોખરા વોર્ડ નં.44
ત્રણ ઉમેદવારને 60થી વધુ વર્ષની વય નડી, ચારેય નવા ચહેરા
1) જીગીષા એસ. સોલંકી
2) શિવાનીબેન એસ. જનેઇકર
3) ચેતન એમ. પરમાર
4) કમલેશ એમ. પટેલ
ગત ટર્મમાં જીતેલા ત્રણની ઉંમર 60થી વધુ હોવાથી આ વખતે ટિકિટ ન મળી.

ઇસનપુર વોર્ડ નં.45
ટીપી કમિટીના ચેરમેન રીપિટ, એક સસ્પેન્ડેડને ટિકિટ નહીં
1) ગીતાબેન જે. સોલંકી
2) મૌનાબેન ડી. રાવલ
3) શંકરભાઈ આર. ચૌધરી
4) ગૌતમભાઈ બી. પટેલ (R)
ટીપી ચેરમેન ગૌતમ પટેલ રીપિટ થયા છે જ્યારે એક કૌભાંડને લીધે ટિકિટ ન મળી

લાંભા વોર્ડ નં.46
જ્ઞાતિનાં સમીકરણો બદલાતાં ચારેય ઉમેદવાર નવા પસંદ થયા
1) જશોદાબેન એમ. અમલિયાર
2) ચાંદનીબેન પી. પટેલ
3) માનસિંહ એન. સોલંકી
4) વિક્રમભાઈ સી. ભરવાડ
સીમાંકનમાં ફેરફારથી જ્ઞાતિ સમીકરણ બદલાતાં ચારેય ઉમેદવાર નવા આવ્યા છે.

વટવા વોર્ડ નં.47
સ્ટેન્ડિંગના સભ્યને ટિકિટ નહીં એક મહિલા ઉમેદવાર રીપિટ
1) જલ્પાબેન આર. પંડ્યા (R)
2) સરોજબેન બી. સોની
3) ગીરીશભાઈ એ. પટેલ
4) સુશિલભાઈ આર. રાજપૂત
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પંકજસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી નથી.

રામોલ વોર્ડ નં.48
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરના પુત્રને ટિકિટ
1) સુનિતાબેન ડી. ચૌહાણ
2) ચંદ્રિકાબેન એચ. પંચાલ
3) સિદ્ધાર્થ એમ. પરમાર
4) મૌલિકભાઈ એ. પટેલ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અતુલ પટેલના પુત્રને ટિકિટ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો