GMDC આરતી-ગરબામાં PM મોદી:અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં PM મોદીએ માતાજીની આરતી ઉતારી, ખેલૈયાઓ હાથમાં દીવા રાખી આરતીમાં જોડાયા

અમદાવાદ2 મહિનો પહેલા

PM નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ સુરત અને ભાવનગરમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. ત્યારબાદ અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિમયમાં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું હતું. જોકે, ત્યારબાદ અમદાવાદના GMDC ખાતે પીએમ મોદીના આગમનની તૈયારી કરવામાં આવી હતી. પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ આવી પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી ઉતારી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ ખેલૈયાઓએ પણ પીએમ મોદી સાથે હાથમાં દીવા લઈ માતાજીની ઉતારી હતી. ત્યારબાદ પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા.

પીએમ મોદી GMDC પહોંચ્યા
અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સના ઉદઘાટન બાદ પીએમ નરેન્દ્ર મોદી GMDC ગરબા ગ્રાઉન્ડ ખાતે જવા માટે રવાના થયા હતા. GMDC ખાતે પીએમ મોદીના આગમનની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પીએમ મોદી GMDC આવી પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીઆર પાટીલ, પૂર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી ગરબા સ્થળ હાજર રહ્યાં હતાં. પીએમ મોદીના આગમન માટે અલગ અલગ ગરબા ગ્રુપ દ્વારા GMDC ગ્રાઉન્ડમાં તૈયારીઓ કરવામાં આવી હતી.

પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા
ભાગવતના ઋષિ કુમારોએ મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદી માતાજીની આરતી ઉતારી હતી. સાથે જ ખેલૈયાઓ પણ હાથમાં દીવા લઈને ઉભા રહ્યા હતા અને પીએમ મોદી સાથે ખેલૈયાઓએ પણ માતાજીની આરતી ઉતારી હતી. માતાજીની આરતી પુરી થયા બાદ ગરબા શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ સ્ટેજ પરથી ગરબા નિહાળ્યા હતા. પીએમ મોદી GMDC ગ્રાઉન્ડ ખાતે થોડો સમય રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા.

GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદી માતાજીની આરતી ઉતારી
GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદી માતાજીની આરતી ઉતારી

36માં નેશનલ ગેમ્સનું ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ખેલ મહોત્સવ, 36માં નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંબોધનમાં જણાવ્યું કે, આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ, વિશ્વના આટલા યુવા દેશ, દેશના સૌથી મોટા ખેલ ઉત્સવ. જ્યારે આયોજન આટલું અદભૂત અને અદ્વિતીય હોય તો તેની ઉર્જા એવી જ અસાધારણ હશે. દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાવ, આ અદભૂત છે.

પીએમ મોદી સાથે ખેલૈયાઓએ પણ માતાજીની આરતી ઉતારી
પીએમ મોદી સાથે ખેલૈયાઓએ પણ માતાજીની આરતી ઉતારી
અન્ય સમાચારો પણ છે...