વડાપ્રધાન મોદી ફરી એક વાર અમદાવાદના પ્રવાસે આવ્યાં છે. આજે નવસારી જિલ્લામાં તેમણે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે હવે તેમના હસ્તે અમદાવાદના બોપલમાં ઈસરોના IN-SPACe સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં છે. ગુજરાતને વડાપ્રધાને વધુ એક ભેટ આપી છે. નાસા જેવી જ કામગીરીની આબેહૂબ કામગીરી જોવા મળશે. તે ઉપરાંત ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પણ હેતું છે.
ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે. IN-SPACe સેન્ટર તમામ માટે મોટો અવસર લઈને આવ્યું છે. ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાની ખૂબ જ ક્ષમતા છે. આ સેન્ટર વિશ્વ માટે ધ્યાનઆકર્ષક રહેશે. આજે સ્પેસ સેક્ટરમાં બિગ વિનરની ભૂમિકા ભજવશે.IN-SPACe માં અંતરિક્ષ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની પણ ક્ષમતા છે. ભારતના IT સેક્ટરનું સામર્થ્ય આજે દુનિયા જોઈ રહી છે. નાની ઉંમરના યુવાનો મક્કમ પગલાં માંડી રહ્યાં છે.
અંતરિક્ષ અને સમુદ્રની શક્તિઓથી પરિસ્થિતિઓને કાબુમાં કરી શકીશું
હવે રોજે રોજ સ્પેસ ટેકનોલોજીની માંગ વધતી જાય છે. સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનશે. સ્પેસ ટેક હવે સામાન્ય માનવીના જીવનનો ભાગ બની રહી છે. ખાનગી કંપનીઓની જરૂરિયાતોને સાંભળવામાં આવશે. અંતરિક્ષમાં વિકાસનો આ સીલસીલો આગળ પણ ચાલુ રહેશે. અંતરિક્ષ અને સમુદ્રની શક્તિઓથી પરિસ્થિતિઓને કાબુમાં કરી શકીશું. દેશ નવી અંતરિક્ષ નીતિઓ પર પણ કામ કરે છે. પહેલાં સેટેલાઈટ લોન્ચ થતાં ત્યારે થોડા નેતાઓને જ બોલાવતા હતાં.
PSLV રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું
આગામી દિવસોમાં અંતરિક્ષની તાકાત ઉંચાઈ પર હશે. પહેલાં ભારતના યુવાનોને તક મળતી નહતી. પ્રાઈવેટ સેક્ટર ઈસરો સાથે મળીને કામ કરી શકે તેવું આયોજન છે.કેટલીક પ્રાઈવેટ કંપનીઓએ પોતાના રોકેટની ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે. PSLV રોકેટના નિર્માણમાં પણ પ્રાઈવેટ સેક્ટર આગળ આવ્યું છે. અત્યારે 60 કંપનીઓ લીડ કરી રહી છે. આ સિદ્ધિ માટે ઈસરોના લોકો ઘન્યવાદને પાત્ર છે. પહેલાં અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી કંપનીઓની ભાગીદારી સામે આશંકા હતી.
ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ઈસરો અને ખાનગી કંપની વચ્ચે આ સેન્ટર સેતુરૂપ ભૂમિકા ભજવશે. ભારતીય અંતરિક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતરિક્ષ ક્ષેત્રે ભારત મોટી છલાંગ લગાવશે. નવી ડ્રોન નીતિ અને નવી આરોગ્ય નીતિ સરકારે બનાવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અમદાવાદ અને ઈસરોને જુનો સંબંધ છે. ઈસરોના કારણે અમદાવાદનો વિસ્તાર સેટેલાઈટ તરીકે ઓળખાય છે.
ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ દ્વારા અમદાવાદમાં ભારતના પહેલા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ)ના હેડક્વાર્ટરનું વડાપ્રધાન મોદી 10 જૂને ઉદ્દઘાટન કરશે. ઇન સ્પેસને કારણે અમદાવાદ ભારતમાં એરો-સ્પેસ માટેનું હબ બનશે. ખાસ કરીને એરોસ્પેસ ક્ષેત્રે કામ કરતા સ્ટાર્ટઅપ અને ખાનગી કંપનીઓ પોતાના પ્રોજેક્ટ માટે ઇસરોની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે. સરકારને અંદાજ છે કે અમદાવાદમાં ઇન સ્પેસ પ્રોગ્રામથી મોટા પ્રમાણમાં રોજગારી ઉભી થશે. ઉદઘાટન પૂર્વે જ 13 કંપનીએ ઈસરો સાથે એમઓયુ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.