તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • PM Modi To Inspect Rajkot's Light house Project With Drone, For The First Time In Gujarat's History, 6 Daughters Enter The Tokyo Olympics

મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:PM મોદી રાજકોટની 'લાઇટ-હાઉસ' યોજનાનું 'ડ્રોન'થી નિરીક્ષણ કરશે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 દીકરીની ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે શનિવાર છે, તારીખ 3 જુલાઈ, જેઠ વદ નોમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) રાજકોટની 'લાઈટ-હાઉસ' યોજનાનું કામ કેટલે પહોંચ્યું? પીએમ મોદી 'ડ્રોન'થી નિરીક્ષણ કરશે. 2) વીર નર્મદ યુનિવર્સિટીની એક્સર્ટનલની UGની ત્રીજા વર્ષની પરીક્ષા આજથી યોજાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો

1) રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 દીકરીની ટોક્યો ઓલિમ્પિકમાં એન્ટ્રી, ટેનિસ, સ્વિમિંગ અને શૂટિંગમાં મેડલ જીતવા મેદાને ઊતરશે
ગુજરાતના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 6 ખેલાડી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થયા છે. એટલું જ નહીં, પહેલીવાર ગુજરાતની એકસાથે 6 દીકરીએ ઓલિમ્પિકમાં એન્ટ્રી કરી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) સંતોષ ઉર્ફે અબ્દુલ્લાએ પાણીપતની મદ્રેસાની ભાઈઓને તસવીરો મોકલી લાલચ આપી હતી-ધર્માંતરણ કરી અહીં જલસા કરવા આવી જાઓ
સુરતના ભટારમાં આવેલા આઝાદનગરમાં રહેતા મરાઠી ભાઈઓ પૈકીના એક ભાઈનું બ્રેનવોશ કરી ધર્માંતરણ કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ તે દિલ્હી-હરિયાણા સરહદ પર આવેલા પાણીપત વિસ્તારમાં મૌલાના તરીકે મદ્રેસામાં મુસ્લિમ બાળકોને ભણાવી રહ્યો છે. ભાઈઓને મદ્રેસામાં બાળકોને ભણાવતો હોય એવો વીડિયો શેર કર્યો છે. દિવ્યભાસ્કર પાસે એ વીડિયો પણ છે.

વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં માસ્કનો દંડ ઘટાડવા હાઇકોર્ટનો ઈનકાર, 'રૂ.1000નો દંડ રાખ્યો છતાં બીજી લહેર તો આવી'
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે ગઈકાલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારે આજે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી PIL પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે સરકારને ત્રીજી લહેર ન આવે એ માટેના પ્રયાસો કરવાની ટકોર કરી છે. ઉપરાંત માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

4) પુલવામામાં સુરક્ષાબળોએ 5 આતંકીને ઠાર કર્યા, અથડામણમાં એક જવાન પણ શહીદ
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 5 આતંકીને ઠાર કર્યા છે, જ્યારે એક જવાન શહીદ થયો છે. કાશ્મીરના IGPએ જણાવ્યું હતું કે 2 આતંકીની ઓળખ થઈ ગઈ છે. એક આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર નિશાજ લોન અને બીજો પાકિસ્તાની આતંકવાદી સહિત કુલ પાંચ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

5) કેન્દ્રએ કહ્યું, કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઈ નથી, લોકો બેદરકારી ન દાખવે
દેશમાં કોરોના કેસમાં બે દિવસથી વધારો નોંધાયો છે ત્યારે કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ બેદરકારી ન દાખવે, કારણ કે કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઈ. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા રહો. કેન્દ્ર સરકારે કેરળ, ત્રિપુરા, મણિપુર, છત્તીસગઢ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશમાં કોવિડ ટીમ મોકલી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 46,000થી વધુ કેસ સામે આવ્યા છે અને 853 દર્દીનાં મોત નીપજ્યાં છે.

વાંચો સમાચાર વિગતવાર

6) ઉત્તર ભારતના તાપમાનમાં સરેરાશ 7 ડીગ્રીનો વધારો; દિલ્હીમાં 44 ડીગ્રી સાથે 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ચોમાસાની શરૂઆતના ઝરમર ઝરમર વરસાદથી મળેલી રાહત બાદ હવે ગરમ પવાને મુશ્કેલી સર્જી છે. ચોમાસું છેલ્લાં બે અઠવાડિયાંથી અટવાયું છે. ગરમી પરત ફરી છે. ઉત્તર ભારતમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 7 ડીગ્રી ઉપર ગયો છે. દિલ્હીમાં જુલાઈનો પહેલો દિવસ 9 વર્ષ બાદ સૌથી ગરમ રહ્યો હતો. ગુરુવારે તાપમાનનો પારો 44 ડીગ્રી હતો, જે સામાન્ય રીતે 37-38 ડીગ્રી રહેતું હોય છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

(1) જોનસન એન્ડ જોનસનનો દાવો: રસીનો સિંગલ ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સહિત અન્ય સ્ટ્રેન સામે ખૂબ જ અસરકારક.
(2) નવજોત સિંહ સિદ્ધુએ વીજકાપ મુદ્દે અમરિન્દરનો કર્યો ઘેરાવ; સિદ્ધુએ કહ્યું- યોગ્ય દિશામાં કામ કરશો તો વીજકાપની જરૂર નહીં પડે.
(3) જમ્મુમાં ફરી ડ્રોન દેખાયું:અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો.

આજનો ઈતિહાસ
3 જુલાઈ 1908ના રોજ અંગ્રેજોએ બાળ ગંગાધર તિલકની ક્રાંતિકારીઓના પક્ષમાં લખવા બદલ ધરપકડ કરી હતી.

અને આજનો સુવિચાર

ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...