તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:PM મોદી રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરશે, ચાર શહેરોમાં 1થી 14 જાન્યુ.સુધી રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, તમામ પતંગોત્સવ રદ

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

અમદાવાદમાં રાત્રે હોટલ, ક્લબ તેમજ ફાર્મ હાઉસ પર ન્યૂયર પાર્ટી કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટીએ ઘણી સીટ ખાલી હોવાછતાં M.COM પ્રવેશ પ્રક્રિયા બંધ કરતા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા NSUI રજૂઆત કરશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ47,746.22+133.14
ડોલરરૂ.73.30-0.12
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ51,600-100

આ 4 ઘટના પર રહેશે નજર

1) વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થશે. 2) અમદાવાદમાં રાત્રે હોટલ, ક્લબ તેમજ ફાર્મ હાઉસ પર ન્યૂયર પાર્ટી કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. 3) 2020નો અંતિમ દિવસ, ચાર શહેરમાં નાઈટ કર્ફ્યૂ હોવાથી યુવાધન ન્યૂયર પાર્ટીમાં ઝૂમી નહીં શકે. 4) ગુજરાત યુનિવર્સિટીની એડમિશન કમિટીએ ઘણી સીટ ખાલી હોવાછતાં M.COM પ્રવેશ પ્રક્રિયા બંધ કરતા વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા NSUI રજૂઆત કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં 1થી 14 જાન્યુ.સુધી રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો
કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 1 જાન્યુઆરીથી 9 વાગ્યાને બદલે 10 વાગ્યાથી 6 વાગ્યાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) 2021ના 36 કલાક પહેલા જ રાજ્યમાં અકસ્માતોની હારમાળા, 6 અકસ્માતમાં 9ને કાળ ભરખી ગયો
બુધવાર ગુજરાત માટે મોટો કાળ સાબિત થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલા કુલ 6 અકસ્માતોમાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. રાજ્યમાં કચ્છ, વડોદરા, નવસારી અને આણંદમાં અકસ્માતના બનાવો નોંધાયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

3) શું રાજકોટના 3 ભાઈ-બહેનને અઘોરી જેવું જીવન જીવવા મજબૂર કરનાર ખુદ પિતા? મિલકત માટે ઘરમાં પુરી રાખ્યાની ચર્ચા
રાજકોટના કિસાનપરા શેરી નં.8માં એક ઓરડીમાં છેલ્લા 10 વર્ષથી ત્રણ ભાઈ-બહેનને અઘોરી જેવું જીવન જીવવા ખુદ પિતાએ જ મજબૂર કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. પિતાએ ત્રણેય સંતાનોને કશુંક ખવડાવી આવું જીવન જીવવા મજબૂર કર્યાની વાત વહેતી થઈ છે. સમગ્ર ઘટના પાછળ મિલકત કારણભૂત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં ઓનલાઇન અભ્યાસ કરતી નર્સિંગની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
જોડિયાના લખતર ગામે રહેતી અને રાજકોટની એચ.એન. શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણતી સુજાતા ચૌહાણ નામની વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના 8મા માળે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતમાં એપાર્ટમેન્ટમાં જ રહેતા પ્રેમી સાથે સંબંધ બંધાતાં ગર્ભવતી બનેલી યુવતીએ બાળકને ત્યજી દીધું
સુરતના ગોડાદરામાંથી નવજાત બાળક મળી આવવાના બનાવમાં પોલીસે યુવતીનો જવાબ લીધો છે. તેના પ્રેમીએ તેની સાથે સંબંધ બાંધતાં તે ગર્ભવતી બની હતી. ત્યાર બાદ બાળકને જન્મ આપતાં પાપ છુપાવવા માટે રવિવારે ગોડાદરા વિસ્તારના પ્રમુખઆરણ્ય એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 15 ડીગ્રી ઠંડીમાં ત્યજી દીધું હતું.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 187.98 લાખ કરોડ રૂપિયા રહ્યું. 52% કંપનીઓના શેરમાં વધારો નોંધાયો.
- 3,134 કંપનીઓના શેર્સમાં ટ્રેડિંગ થયું. 1,650 કંપનીઓના શેરના ભાવ વધ્યાં અને 1,313 શેર્સના ભાવ ઘટ્યાં.

આજે દેશમાં
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં વીડિયો કોન્ફરન્સિંગથી AIIMSનો પાયો નાંખશે.
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક CBSE બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો