પાટનગરમાં PMનો ક્રેઝ:ગાંધીનગરમાં સહકારી સંસ્થાના પ્રમુખોને મળતી વખતે વડાપ્રધાન ખડખડાટ હસી પડ્યા, મોદી સાથે સેલ્ફી લેવા થઈ પડાપડી

ગાંધીનગર2 મહિનો પહેલા
સહકારી સંસ્થાના પ્રમુખોને મળતા દરમિયાન વડાપ્રદાનના હળવા અંદાજની તસવીર - Divya Bhaskar
સહકારી સંસ્થાના પ્રમુખોને મળતા દરમિયાન વડાપ્રદાનના હળવા અંદાજની તસવીર
  • મહાત્મા મંદિર ખાતે સહકાર સંમેલનમાં 7000થી વધુ પ્રતિનિધિઓ હાજર હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે હતા. તેમણે સવારે 10 વાગે રાજકોટમાં આટકોટ ખાતે નવનિર્મિત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માતુશ્રી કે.ડી.પી.નું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાંજે 4 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, તેમણે 'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ અહીંથી જ કલોલ ખાતે IFFCOના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતાઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે સંબોધન બાદ વડાપ્રધાન સ્ટેજ પરથી ઉતરીને સહકારી સંસ્થાઓને પ્રતિનિધિઓને મળતા સમયે હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવા માટે પ્રતિનિધિઓ પડાપડી કરતા જોવા મળ્યા હતા.

કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનું અભિવાદન કરતા વડાપ્રધાનની તસવીર
કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનું અભિવાદન કરતા વડાપ્રધાનની તસવીર

'ભારતના દૂધ ઉત્પાદકમાં ગુજરાતનો મોટો હિસ્સો': PM
ઈફ્કોના નેનો યુરિયા પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ વડાપ્રધાને જણાવ્યું કે, આત્મનિર્ભરતામાં ભારતની ઘણી મુશ્કેલીઓનો ઉકેલ છે. અને આત્મનિર્ભરતાનું એક મહાન મોડેલ સહકારી છે. આ અમે ગુજરાતમાં ખૂબ જ સફળતા સાથે અનુભવ્યું છે. ગુજરાત પણ ભાગ્યશાળી હતું કારણ કે આપણને અહીં ગાંધી બાપુ અને સરદાર સાહેબનું નેતૃત્વ મળ્યું હતું. સરદાર સાહેબે ગાંધી બાપુએ બતાવેલ આત્મબળના માર્ગે સહકાર દ્વારા નીચે લાવવાનું કામ કર્યું છે. ડેરી ક્ષેત્રના સહકારી મોડેલનું ઉદાહરણ આપણી સમક્ષ છે. આજે ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે જેમાં ગુજરાતનો મોટો હિસ્સો છે. પાછલા વર્ષોમાં, ડેરી ક્ષેત્ર પણ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રમાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. ગુજરાતની 70 લાખ મહિલાઓ પશુપાલન સાથે જોડાયેલી છે.

સ્ટેજ પર વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીનો હળવો અંદાજ જોવા મળ્યો
સ્ટેજ પર વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીનો હળવો અંદાજ જોવા મળ્યો

ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે: અમિત શાહ
​​​​​​
​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જોડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે.

સ્ટેજ પર ઉપસ્થિત વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી સહિતના અન્ય નેતાઓની તસવીર
સ્ટેજ પર ઉપસ્થિત વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી સહિતના અન્ય નેતાઓની તસવીર

કલોલમાં ઈફ્કોના પ્લાન્ટનું ઉદ્ધાટન
પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે તૈયાર ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ડિજિટલ ઉદ્ઘાટન કર્યું હતું. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

વડાપ્રધાનની ભાષણ દરમિયાનની તસવીર
વડાપ્રધાનની ભાષણ દરમિયાનની તસવીર
મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની તસવીર
વડાપ્રધાન, કેન્દ્રિય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની તસવીર
વડાપ્રધાનની સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત વખતની તસવીર
વડાપ્રધાનની સહકારી સંસ્થાના પ્રતિનિધિઓ સાથે મુલાકાત વખતની તસવીર
વડાપ્રધાન વાત કરતા ખડખડાત હસી પડ્યા હતા.
વડાપ્રધાન વાત કરતા ખડખડાત હસી પડ્યા હતા.
મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેલા લોકોની તસવીર
મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેલા લોકોની તસવીર
અન્ય સમાચારો પણ છે...