મોર્નિંગ ન્યૂઝ બ્રીફPM મોદી સોમનાથ મંદિરમાં પૂજા કરશે:'ગુજરાતને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે, એમનાથી ચેતતા રહેજો'- વડાપ્રધાન, જેલમાં મસાજ કરાવે છે કેજરીવાલના મંત્રી

અમદાવાદ20 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 20 નવેમ્બર, કારતક વદ અગિયારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરમાં પૂજા કરશે ત્યારબાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા કરશે.
2) રાજસ્થાન મુખ્યમંત્રી અને ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત સુરતમાં રાહુલ ગાંધીના સભાસ્થળની મુલાકાત લેશે.
3) કતારમાં ફીફા વર્લ્ડકપ 2022ની શરૂઆત.
4) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.
5) સંસ્કૃતિ મંત્રાલયની સંગીત નાટક અકાદમી દ્વારા ઈન્ડિયા ગેટ ખાતે ઓડિસી નૃત્ય અને કથક નૃત્યની સાથે ચેંડા મેલમ, પપેટ શો, મણિપુરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ચૂંટણી મેદાનમાં PM મોદી: વલસાડમાં વડાપ્રધાને કહ્યું- 'ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે, એમનાથી ચેતતા રહેજો'

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. આજથી પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.. વલસાડ જિલ્લાના વાપીમાં 11 કિમી લાંબો રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાને વલસાડમાં જનસભાને સંબોધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) વાવમાં લોકોએ કોંગી MLA ગેનીબેનને ઘેર્યા, લોકોએ કહ્યું- 'યાદ રાખજો થરાદમાં પણ ઠાકોરોના 100 ગામ છે, તમે કોઈના હાથા ન બનો'
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ કરી દીધો છે. જોકે, કેટલાક ઉમેદવારોને ચૂંટણી પ્રચાર દરમિયાન વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર અર્થે ગયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ભાજપના નેતાની જીભ લપસી, અબડાસાના MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા માટે ગુજરાતના મુખ્યમંત્રી સી.આર. પાટીલ? મીડિયાને કેસ ઠોકી દેવાની ધમકી આપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાના પ્રયાસો દરેક પક્ષ-અપક્ષ દ્વારા જોરશોરથી ચાલી રહ્યા છે. ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાહેર સભાઓ દ્વારા જન સમર્થન મેળવવા ચૂંટણીજંગમાં મેદાને ઊતરી પડ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાની છ બેઠક પૈકી અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા નખત્રાણા ખાતે યોજાયેલી ચૂંટણીસભા દરમિયાન ગરમ થઈ ગયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) AAPના ઉમેદવારને ઓફર, અજાણ્યાએ ફોન કરી રાજ્યસભા સાંસદ બનાવવાની ઓફર કરતાં પાટીલે કહ્યું- 'સવાર-સવારમાં કોઈ મળ્યું નહિ'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની કૂદાકુદ થઈ રહી છે. તો ઉમેદવારોને શામ, દામ, દંડ અને ભેદની નીતિથી પોતાની તરફેણમાં લાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત પૂર્વના આપના ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચી લીધું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) કચ્છમાં આસામના CMનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'દરેક શહેરમાં આફતાબ પેદા ના થાય એ માટે 2024માં ફરી મોદીને ચૂંટવા જરૂરી'
26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ગુજરાતની ચૂંટણીમાં પણ થઈ છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં હિન્દુ અને હિન્દુત્વની વાત ના આવે તો જ નવાઈ.
વાંચો સમાચાર વિગતવાર

6) પેરુમાં રનવે પર પેસેન્જર પ્લેન ટ્રક સાથે અથડાયું, VIDEO:ટક્કર બાદ પ્લેનમાં લાગી આગ, 2 લોકોના મોત, વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત
પેરુમાં રનવે પર ફાયર વિભાગની એક ટ્રક વિમાન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર બાદ મુસાફરોથી ભરેલા પ્લેનમાં આગ લાગી ગઈ હતી. સદનસીબે, વિમાનમાં સવાર તમામ 102 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) જેલમાં મસાજ કરાવે છે કેજરીવાલના મંત્રી, તિહારમાં સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટનો દાવો; ભાજપે પોસ્ટ કરેલા વીડિયો સામે સવાલ- જેલના ફૂટેજ બહાર કેવી રીતે આવ્યા?
આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કોર્ટમાં એફિડેવિટ અને કેટલાક ફોટોગ્રાફ્સ આપીને આ અંગે ફરિયાદ પણ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

8) આફતાબના 18 ઓક્ટોબરના CCTV ફૂટેજ મળ્યા:સવારે 4 વાગે 3 વખત બેગ લઈને જતો જોવા મળ્યો, પોલીસને શંકા- તેમાં શ્રદ્ધાના ટુકડા લઈને ફેંકવા ગયો હતો
શ્રદ્ધા હત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 ઓક્ટોબરના CCTV ફૂટેજ પોલીસને મળી આવ્યા છે. ફૂટેજમાં સવારે 4 વાગે આફતાબ 3 વખત બેગ લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે તે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંકવા ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઓવૈસીની પાર્ટીનો કોંગ્રેસને ટેકો: બાપુનગરના AIMIMના ઉમેદવાર શાહનવાઝ પઠાણે કોંગ્રેસના હિંમતસિંહને ટેકો આપવા ફોર્મ પાછું ખેંચ્યું
2) રાજીનામાનું રાજકારણ: સુરતના પૂર્વ કોર્પોરેટર AAPની વિચારધારાથી આકર્ષાયા, ભારતીય જનતા પાર્ટીનું કમળ છોડી આપનું ઝાડું ઊંચકી પ્રચારમાં જોડાયા
3) શું હજી એક હોનારત જોવાની બાકી?: વધુ એક બેદરકારી ગુજરાતને મોરબીની યાદ અપાવશે!, કોડીનારનો પુલ 5 વર્ષથી જર્જરિત, વાહન પસાર થાય તો વાસ્તવમાં પુલ ઝૂલે છે..!!
4) બ્લેડથી શરીર પર SORRY લખવા મજબૂર કરી: પાદરાની યુવતી સાથે મિત્રતા કરી વિધર્મીએ દુષ્કર્મ આચર્યું, પીડિતાએ સંબંધ કાપી નાખતાં જાનથી મારી નાખવાની ધમકી આપી
5) ટેક્નોલોજીના સહારે પ્રચાર: અમદાવાદી એન્જિનિયરે ચૂંટણી પ્રચાર માટે રોબોટ બનાવ્યા, નડિયાદ બાદ હવે અમદાવાદ, સુરત અને રાજકોટમાં અપાશે
6) ખશોગી હત્યા કેસમાં સાઉદી પ્રિન્સને છૂટ:અમેરિકા હવે આગળની કાર્યવાહી નહીં કરે, કહ્યું- PM મોદી પરના પ્રતિબંધો પણ હટાવ્યા હતા
7) ઇઝરાયલે પેલેસ્ટાઇન બોર્ડર પર રોબોટિક ગન તહેનાત કરી:AI ટેક્નોલોજી આપ મેળે નિશાન સાધશે, આતંકને અટકાવવા માટે લેવાયો નિર્ણય
8) એર ઈન્ડિયા સાથે મર્જ થઈ શકે છે વિસ્તારા બ્રાન્ડ:ટાટા ગ્રુપે ચાર એરલાઇન્સને એકસાથે મર્જ કરવાના સંકેત આપ્યા
9) સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ:29 ડિસેમ્બર સુધી ચાલશે સત્ર, 23 દિવસમાં 17 બેઠક થશે

આજનો ઇતિહાસ
1929માં પ્રખ્યાત ભારતીય દોડવીર અને'ફ્લાઈંગ શીખ'ના નામથી જાણીતા મિલ્ખા સિંહનો જન્મ થયો હતો

આજનો સુવિચાર
મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા –મધર ટેરેસા

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...