ઉજવણી:કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીને શરદપૂનમે 100 વર્ષ પૂર્ણ થતાં PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ તથા મહંતોએ શુભેચ્છા પાઠવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર - Divya Bhaskar
મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની તસવીર
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદપ્રિયદાસજી સ્વામીને દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થતાં ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી તથા વિવિધ સંસ્થાઓના સંતો મહંતોએ શુભેચ્છા પાઠવી છે. 19મી ઓક્ટોબરના રોજ 11 સંસ્થાના સંતો-મહંતોનું સંત સંમેલન યોજવામાં આવ્યું હતું.

વિદેશની ભૂમિ પર સૌ પ્રથમ પગમૂકનાર સંત આનંદપ્રિયદાસજી
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ (આફિકા ઈ.સ. 1948) ઉપર સૌ પ્રથમ પગ મૂકનાર સંત એટલે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા છે. કચ્છના સંત અબજીબાપાના દર્શન કર્યા હોય તેવા આ એક માત્ર સંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ગુજરાત સાધુ સમાજમાં પણ મંત્રી તરીકે અનેક સેવાઓ આપેલી છે.

વડાપ્રધાન મોદીનો પત્ર
વડાપ્રધાન મોદીનો પત્ર

PM મોદીએ દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી
​​​​​​​
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યં હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવી છે અને કહ્યું છે કે,“ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા સ્વામીજી માનવજીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, તેમના સત્કાર્યો અને સદ્‌વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણાસ્તોત્ર રહ્યાં છે.”

BAPSના મહંત સ્વામીએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી
​​​​​​​
બી.એ.પી.એસ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરુપ શ્રી મહંત સ્વામી મહારાજે શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સાધુતા, સરળ સ્વભાવ, પંચવ્રતમાનની દ્રઢતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની એકાંતિક ભક્તિના પ્રતાપે તેમણે અનેકને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહ્યું છે કે, વર્તન વાતું કરશે. એ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સાર્થક કર્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે લખેલો પત્ર
CM ભૂપેન્દ્ર પટેલે લખેલો પત્ર

​​​​​​​કોરોનાકાળમાં પણ અનેક લોકોની સેવા કરી
ગુજરાતના સી.એમ. ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ-વિદેશમાં શિક્ષણ અને સંસ્કારના પ્રવર્તન માટે મહત્વના કાર્યો કર્યા છે, અને કોરાના કાળ દરમ્યાન અનેક લોકોને સહાય કરીને પ્રશંસનીય સેવા જનસમાજ માટે અર્પણ કરી છે.

જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ જનસમાજ સદાચારીમય જીવન જીવે તે માટે મહત્વના કાર્યો કર્યા છે. મારે તેમની સાથે વર્ષોથી સંબધ છે. તેઓશ્રી સર્વ સાધુ ગુણે સંપન્ન છે. તેમની સરળતા સહુને આકર્ષે છે.

કુમકુમ મંદિર દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુકતજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે-સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા - પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર એવું શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતાભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે.