ગુજરાતમાં નેશનલ ગેમ્સ:નીરજ ચોપરા, બજરંગ પુનિયા, અદિતિ અશોક, સાક્ષી મલિક સહિતના ખેલાડીઓ હાજરી આપશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગુજરાતના છ શહેરોમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી સાત વર્ષ બાદ નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે. રવિવારે, ગૃહ મંત્રી અમિત શાહે ગેમ્સ માટે માસ્કોટ અને રાષ્ટ્રગીત લોન્ચ કર્યું હતું. આ દરમિયાન નીરજ ચોપરા, બજરંગ પુનિયા, અદિતિ અશોક, સાક્ષી મલિક, રવિકુમાર દહિયા, લોવલીના બોરગોહૈન જેવા ખેલાડીઓ હાજરી આપશે.

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશને મંગળવારે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને રાજ્ય ઓલિમ્પિક એસોસિયેશનોને પત્રો મોકલ્યા હતા જેથી 'તમામ લાયક પ્રતિષ્ઠિત એથ્લેટ્સ' ગેમ્સમાં ભાગ લે. પ્રતિષ્ઠિત એથ્લેટ્સને એવા લોકો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. જેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અથવા મેડલ જીત્યા છે.ઇન્ડિયન ઓલમ્પિક એશોશીયેશન દ્વારા રાષ્ટ્રીય ખેલ મહાસંઘ અને રાજ્ય ઓલિમ્પિક એસોસિએશન્સ (SOAs) ના પ્રમુખ અને મહાસચિવને જારી કરાયેલા પત્ર અનુસાર, રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ તેમને પોતપોતાના નામ આપતા સમયે ગેમ્સ માટે ટોચના ખેલાડીઓની પસંદગીને ધ્યાનમાં રાખવા જણાવ્યું છે. આઇઓએસ સેક્રેટરી જનરલ રાજીવ મહેતા એ પાત્રમાં જણાવ્યું હતું.

8 હજાર ખેલાડીઓ ગરબા મહોત્સવમાં જોડાશે, 6 મહાનગરોમાં સ્પોર્ટ્સ કાર્નિવલ
નેશનલ ગેમ્સ દરમિયાન નવરાત્રિ પર્વ પણ હોવાથી દેશભરમાંથી આવેલા 8 હજાર જેટલા ખેલાડીઓ ગુજરાતની સંસ્કૃતિ અને ઓળખ સમા ગરબા- રાસને પણ માણી શકે તેવું આયોજન પણ થઇ રહ્યું છે. બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઓર્ગેનાઇઝીંગ કમિટીની બેઠકમાં નેશનલ ગેમ્સના આયોજન અને તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી.ઉપરાંત 15થી 25 સપ્ટેમ્બર દરમિયાન સ્પોર્ટસ કાર્નિવલ યોજાશે. 22થી 29 સપ્ટેમ્બર દરમિયાન મહાનગરોમાં મેસ્કોટ રેલી યોજવામાં આવશે.

નેશનલ ગેમ્સના ભાગરૂપે સ્કૂલો, કોલેજોમાં 12 સપ્ટે.થી રમતોત્સવ
​​​​​​​રાજ્યમાં નેશનલ ગેમ્સના આયોજનને લઈને સ્પોર્ટ્સનો માહોલ બને એ માટે 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ સ્કૂલ- કોલેજ, યુનિવર્સિટીમાં રમતોત્સવ યોજવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો છે. 33 જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ યોજાશે જેમાં મંત્રીઓ અને ખ્યાતનામ ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. નેશનલ ગેમ્સનું આયોજન સારી રીતે પાર પડે તે માટે ચીફ સેક્રેટરી પંકજકુમારના અધ્યક્ષસ્થાને એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઈ છે. 6 મહાનગરોમાં પણ સચિવકક્ષાના અધિકારીઓની સિટી કમિટી બનાવાઇ છે.

દોઢ લાખ લોકોની હાજરીમાં નેશનલ ગેમ્સનું ઉ​​​​​​​દઘાટન
​​​​​​​​​​​​​​
27મી સપ્ટેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દોઢ લાખ લોકોની હાજરીમાં નેશનલ ગેમ્સનો ઉદઘાટન સમારોહ યોજાશે. જ્યારે સુરતના ઇનડોર સ્ટેડિયમમાં 12મી ઓક્ટોબરે સમાપન સમારોહ યોજાશે. નેશનલ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ- ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ સાથ વેબસાઇટ અને એપ લોન્ચ કરવામાં આવી છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...