તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લેટફોર્મ ટિકિટ:25 માર્ચથી અમદાવાદ ડિવિઝનના 13 મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના રૂ. 30 અને અન્ય સ્ટેશનો પર રૂ. 10 કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • પ્લેટફોર્મ ટિકિટના દરના ટિકિટ વિંડો પર સ્ટિકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવા માટે હાલમાં કોરોના રોગચાળા અને કોરોનાના પ્રસારને રોકવા માટે 13 મોટા સ્ટેશનો માટે પ્લેટફોર્મ ટિકિટ રેટ 25 માર્ચથી રૂ. 50થી ઘટાડીને 30 કરવામાં આવ્યો છે. જ્યારે નાના સ્ટેશન પર રૂ.10 કરાયો છે.

રોગચાળાના કારણે પ્લેટફોર્મ ટિકિટ દરમાં ફેરફાર
આ માહિતી આપતાં મંડળ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે , કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવા ડિવિઝન દ્વારા લીધેલો નિર્ણય મુજબ 25 માર્ચથી અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી ( ધર્મનગર ) અને સાબરમતી જેલ તરફ ) સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ 30 રહેશે. આ સિવાય બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ રેટ રૂ. 10 રહેશે. આ માટે ટિકિટ વિંડો પર સ્ટિકરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. મુસાફરોને વર્તમાન રોગચાળાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યારે જ પ્લેટફોર્મમાં પ્રવેશ કરવા વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો