તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા યજ્ઞ:અમદાવાદમાં NSUI દ્વારા કોરોનાના દર્દીઓને પ્લાઝમા પૂરા પાડવાની સેવા શરૂ કરાઈ, 15 દિવસમાં 14થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લાઝમા દ્વારા કોરોનાગ્રસ્ત � - Divya Bhaskar
પ્લાઝમા દ્વારા કોરોનાગ્રસ્ત �
  • NSUIના નેશનલ કોર્ડીનેટર નિખિલ સવાણીએ ટીમ સાથે મળીને દર્દીઓને પ્લાઝમા પૂરું પાડવાનું બીડું ઝડપ્યું.
  • અત્યાર સુધી બરોડા, મોડાસા અને અમદાવાદના 14થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાયા.

કોરોનાની બીજી લહેર શરૂ થતાં અનેક દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે. બીજી લહેરમાં કેસનો આંકડો પણ વધુ છે અને મોતની સંખ્યા પણ વધુ છે. બીજી લહેરમાં લોકોની જરૂરિયાત વધુ છે જેથી માનવતાની રીતે અનેક લોકો અને સામાજિક સંસ્થા આગળ આવ્યા છે અને જરૂરિયાતમંદોની મદદ કરી છે. ત્યારે NSUI દ્વારા પણ પ્લાઝમા પૂરું પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કોરોનાના દર્દી માટે પ્લાઝમા આપી રહેલા નિખિલ સવાણી
કોરોનાના દર્દી માટે પ્લાઝમા આપી રહેલા નિખિલ સવાણી

NSUI દ્વારા જરૂરિયાતવાળા દર્દીઓને પ્લાઝમા પૂરા પડાયા
કોરોનાની બીજી લહેરમાં માનવતાની રીતે અનેક સામાજિક તથા અન્ય સંસ્થાઓ અને અનેક લોકોએ ટિફિન, દર્દી માટે ઇન્જેક્શન, દવા,પ્લાઝમા જેવી સેવા પૂરી પાડી રહ્યા છે. ત્યારે NSUI પણ લોકોની વ્હારે આવ્યું છે. છે.

અત્યાર સુધી 14થી વધુ દર્દીઓને પ્લાઝમા અપાયા
NSUIના નેશનલ કોર્ડીનેટર નિખિલ સાવાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં અનેક લોકોને પ્લાઝમાની જરૂર છે. પ્લાઝમા દ્વારા પોઝિટિવ દર્દીને રિકવરી આવવામાં મદદ થાય છે. જેથી તેમને લોકોને પ્લાઝમા પૂરી પડવાનું શરૂ કર્યું છે. ટ્વીટર દ્વારા NSUI તથા અન્ય એકાઉન્ટમાં લોકો દ્વારા પોતાના બ્લડ ગ્રુપ સાથે ટ્વીટ કરવામાં આવે છે જે બાદ બનતી મદદ કરીને લોકોને પ્લાઝમા પૂરું પાડવામાં આવે છે.અત્યાર સુધી બરોડા, મોડાસા અને અમદાવાદના 14 થી વધુ દર્દીઓને પ્લાઝમા પૂરું પાડ્યું છે અને હજુ પણ આ સેવા ચાલુ જ રાખી છે.